Thursday, February 22, 2024
Homeગુજરાતકોંગ્રેસે ગુજરાતને તરસ્યું રાખ્યું : અમિત શાહ

કોંગ્રેસે ગુજરાતને તરસ્યું રાખ્યું : અમિત શાહ

- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ પોતાનો ગુજરાત ગઢ ગુમાવવા માગતો નથી તેના માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે અને જે માટે પ્રચારની કમાન વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંભાળી છે. આજે જસદણમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જનસભાને સંબોધી હતી અને જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

જસદણની જનસભામાં અમિત શાહે કોંગ્રેસ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે અનેક વર્ષો સુધી શાસન કર્યુ પરંતુ સૌરાષ્ટ્ર તરસ્યુ જ રહ્યું હતું તેમણે કહ્યું કે, જે સરદાર સરોવર ડેમનું ભૂમિ પૂજન નહેરુએ કર્યુ તેનો લાભ PM મોદીના સમયમાં મળ્યો છે તેમણે કહ્યું કે, પહેલા ગાંધીનગરથી પાણીની ટ્રેન મોકલવી પડતી હતી અને નર્મદાના વિરોધી મેધા પાટકર સાથે રાહુલ ગાંધી પદયાત્રા કરે છે તેમણે પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતની જનતાને જવાબ આપવો પડશે અને કોંગ્રેસ ગુજરાતની જનતાના ઘા પર મીઠું નાખવાનું કામ કરે છે. સૌની યોજનાથી ભાજપ સરકારે સૌરાષ્ટ્રમાં ખૂણે-ખૂણે પાણી પહોંચાડ્યું તેમ શાહે જણાવ્યું હતું. આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપની સરકારે સૌરાષ્ટ્રમાંથી પાણીની સમસ્યા દૂર કરી છે અને કોંગ્રેસના સમયમાં 24 કલાક વીજળી નહતી મળતી અને ભાજપની સરકારે 24 કલાક વીજળી આપી છે. તેમણે કહ્યું કે, તમારો એક મત ગુજરાતનું ભવિષ્ય નક્કી કરશે.

તેમણે કહ્યું કે, જસદણમાં કુવરજીભાઈનો કામ બોલે છે. તેમણે કહ્યું કે, તમારો એક મત ગુજરાતનો ભવિષ્ય નક્કી કરવાનો છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં પાણી સ્થિતી જોઈ છે પરંતુ ભાજપની સરકારે એ સ્થિતી દૂર કરી છે. તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકારે પાણીના તળ ઉંચા લાવવાનું કામ કર્યું છે અને નર્મદા યોજનાને રોકવાનું કામ કોંગ્રેસીઓએ કર્યું છે અને હવે મેઘા પાટકરને સાથે લઈ પત્ર યાત્રી કરી રહ્યાં છે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસીઓ મેઘા પાટકરને મળે છે પરંતું ઝાડુ વાળા ભાઈએ તો 2014માં ટિકિટ પણ આપી દીધી હતી પરંતું એટલું સારૂ કર્યું કે, આ વખતે તેમને ગુજરાતમાં ના લાવ્યાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular