Wednesday, September 22, 2021
Homeકોંગ્રેસે 'જન અવાજ' નામે મેનિફેસ્ટો જાહેર કર્યો, રોજગાર, ખેડૂત અને મહિલાઓ પર...
Array

કોંગ્રેસે ‘જન અવાજ’ નામે મેનિફેસ્ટો જાહેર કર્યો, રોજગાર, ખેડૂત અને મહિલાઓ પર ફોકસ

નવી દિલ્હી : કોંગ્રેસ 2019 ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આ મેનિફેસ્ટોને જન અવાજ નામ આપવામાં આવ્યું છે. મેનિફેસ્ટોની ટેગલાઈન ‘અમે નિભાવીશું’ આપવામાં આવી છે.

મેનિફેસ્ટોના મહત્વના મુદ્દા રાહુલ ગાંધી એ રજૂ કર્યા

 • 1 વર્ષની મહેનત પછી મેનિફેસ્ટો તૈયાર થયો છે.
 • અમારો મેનિફેસ્ટો બંધ બારણે તૈયાર નથી કરાયો
 • અમારો મેનિફેસ્ટો પાંચ થીમ પર બનાવવામાં આવ્યો છે.
 • પહેલી થીમ- ન્યાય. આ યોજના અંર્તગત દરેક ગરીબોને પૈસા આપવામાં આવશે. 5 વર્ષમાં ગરીબોને 3 લાખ 60 હજાર આપવામાં આવશે. 10 લાખ યુવકોને ગ્રામ પંચાયતમાં રોજગાર આપવામાં આવશે.
 • ખાલી પડેલાં સરકારી પદ ભરવામાં આવેશે.
 • 22 લાખ સરકારી રોજગારી આપવામાં આવશે.
 • ખેડૂતો માટે અલગથી બજેટ હોવું જોઈએ
 • ખેડૂત ધિરાણ ન ચૂકવી શકે તો તેને ન્યાયિક ગુનો ન ગણવો
 • સરકારી હોસ્પિટલને મજબૂત કરવા માટે ભારણ આપવામાં આવશે
 • જીડીપીના 6 ટકા શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે
 • મનરેગામાં 150 દિવસની રોજગારીની ગેરંટી
 • ગરીબમાં ગરીબ લોકોને ઉચ્ચસ્તરની મેડિકલ સુવિધા મળવાની વ્યવસ્થા કરવામાં આવશે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments