Tuesday, December 7, 2021
Homeકોંગ્રેસે દેશને OROP એટલે કે Only Rahul Only Priyanka આપ્યાં- અમિત શાહ
Array

કોંગ્રેસે દેશને OROP એટલે કે Only Rahul Only Priyanka આપ્યાં- અમિત શાહ

શિમલા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમવારના રોજ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુથ પ્રમુખના સંમેલન ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં અમિત શાહે કાર્યકર્તાઓને કહ્યું કે- મોદી સરકારે વન રેન્ક વન પેન્શન (OROP)એક વર્ષમાં જ આપીને ભૂતપૂર્વ સૈનિકોને આપેલો વાયદો પૂરો કર્યો છે. અને કોંગ્રેસે? કોંગ્રેસે પણ દેશને OROP આપ્યું. કોંગ્રેસનું OROP એટલે ઓન્લી રાહુલ ઓન્લી પ્રિંયક!

દેશને મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર જોઇએ- શાહ

ભાજપ અધ્યક્ષે પોતાના વક્તવ્યમાં કહ્યું કે દેશના સંરક્ષણમાં રાત દિવસ એક કરનારા જવાનો અને તેમના પરિવારજનોના હિતની રક્ષા કરવાની પ્રાથમિકતા ભાજપ સરકારની છે. પરિણામે અમારી પાર્ટીના વન રેન્ક વન પેન્શન (OROP)અને કોંગ્રેસમાં મહત્વનો તફાવત રહેલો છે. અમારું ઓઆરઓપી દેશના જવાનો અને તેમના પરિવારોની સુખાકારી માટે છે જ્યારે કોંગ્રેસનું OROP એટલે ઓન્લી રાહુલ ઓન્લી પ્રિંયકા!

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ જેએનયુમાં કોની સાથે છે?- શાહ

ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે, “રાહુલ ગાંધી જેએનયુમાં દેશ વિરોધી નારેબાજી કરનારાઓને શાબાશી આપીને તેમની પીઠ થપથપાવે છે. રાહુલજી તમે મારા નેતા, મોદીને જેટલી ગાળો આપવી હોય એટલી આપો પણ કાન ખોલીને સાંભળી લો કે ભારત માતાના ટુકડા કરવાની વાત કરી છે તો આ સરકાર કોઇને છોડશે નહિ. આવા દેશદ્રોહી લોકોની જગ્યા જેલમાં જ છે

દેશને લીડર દોરે તેવી સરકાર જોઇએ નહિ કે ડિલર- શાહ

કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે દેશની જનતાને મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર જોઇએ છે. નહીં કે વિપક્ષની મજબૂર સરકાર. વધુમાં શાહે કહ્યું દેશને એવી સરકાર જોઇએ જેને લીડર એટલે કે નેતા ચલાવે એવી સરકાર નહિ કે ડીલર(દલાલ) એની આગેવાની લે! ભાજપ અધ્યક્ષે નેશનલ હેરાલ્ડ મામલાનો ઉલ્લેખ કરીને રાહુલ પર કટાક્ષ કરતા જણાવ્યું, “જે લોકો રૂ.650 કરોડના ચોરીના મામલામાં જામીન પર બહાર ફરી રહ્યા છે એવા લોકો મોદી પર જૂઠાં આરોપ લગાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments