Saturday, December 3, 2022
Homeકોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે યુપીના ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર, પ્રિયંકા ગાંધી આ...
Array

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે યુપીના ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર, પ્રિયંકા ગાંધી આ જગ્યાએ થી લડશે ચૂંટણી

- Advertisement -

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે યુપીના 11 ઉમેદવારો સહિત પોતાના 15 ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે. આ લિસ્ટથી સ્પષ્ટ થઇ ગયું છે કે રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધી નહીં પરંતુ સોનિયા ગાંધી ચૂંટણી લડશે. જ્યારે અમેઠી બેઠક ઉપર રાહુલ ગાંધી ચૂંટણી લડશે. પોતાના 11 ઉમેદવારોના નામ જાહેર કરીને કોંગ્રેસે યુપીમાં સપા-બસપાના જોડાણ ઉપર દબાણ ઉભુ કર્યુ છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ યુપીના 11 ઉમેદવારોની યાદી જાહેર કરીને એક નવો જ દાવ ચાલી ગઇ. એવા અહેવાલ આવી રહ્યા હતા કે સપા-બસપા પોતાના જોડાણમાં કોંગ્રેસને સામેલ કરવા અંગે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. સૂત્રો મુજબ કોંગ્રેસને અમેઠી-રાયબરેલી સહિત કુલ 15 બેઠકો આપી શકાય છે. તેવામાં કોંગ્રેસે 11 ઉમેદવારોના નામનું એલાન કરીને સપા-બસપાને માથુ ખંજવાળવા મજબૂર કરી દીધા છે. આ 11 ઉમેદવારોમાં કોંગ્રેસના મોટા નેતાઓના નામે સામેલ છે. તે પણ કોંગ્રેસની એક રણનીતિનો ભાગ હોઇ શકે છે કે જેથી એસપી-બીએસપીને આ બેઠકો ઉપર તો ઝુંકવા માટે મજબૂર કરી શકાય.

સપા અને બસપા યુપીમાં કોંગ્રેસને માત્ર અમેઠી અને રાયબરેલી જ બેઠક આપવા ઇચ્છતાં હતા. જેનો ઉલ્લેખ ખુદ અખિલેશ યાદવ પણ કરી ચુક્યા છે.

જો કે કોંગ્રેસે 11 ઉમેદવારોના નામનું એલાન કરી દેતા એવી પણ ચર્ચા થવા લાગી છે કે કોંગ્રેસ તમામ 80 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. જો આ વાત સાચી પડે તો ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular