કોંગ્રેસ અને ભાજપનું દિલ્હીમાં ગુપ્ત ગઠબંધન થઈ ગયું છે

0
18

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે દિલ્હીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે. રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યુ હતું. જે અંગે અરવિંદ કેજરીવાલે મહત્વનું નિવેદન આપી કોંગ્રેસ સાથે ગઠબંધનની તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુક્યુ છે. આ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિતે આપ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરતા કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

કેજરીવાલે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ અને ભાજપનું દિલ્હીમાં ગુપ્ત ગઠબંધન થયુ છે. ત્યારે આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતશે. અને બન્ને પાર્ટીને જડબાતોડ જવાબ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here