Tuesday, January 18, 2022
Homeકોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું- વંદેમાતરમ્ ગીતનું ગાન નહી કરૂ, મંત્રી અકીલ...
Array

કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું- વંદેમાતરમ્ ગીતનું ગાન નહી કરૂ, મંત્રી અકીલ પાકિસ્તાન પર કરાયેલા હુમલાથી અસહમત

ભોપાલઃ ભોપાલનાં વિધાનસભાનાં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે દેશ માટે જીવ આપવા તૈયાર છું, પણ હું વંદે માતરમ્ ગાઈ શકીશ નહી. વંદેમાતરમ્ ગીતનું દેશભક્તિ સાથે શું લેવા દેવા. મસૂદે આ વાત મંગળવારે સિહોરનાં શ્યામપુર ઓલ ઈન્ડિયા સભામાં કરી હતી. જે લોકો ઈસ્લામને બારીકાઈથી જાણે છે તેમની વચ્ચે વંદે માતરમ્ નારા લગાવડાવ્યા હતા, જે ખોટું છે. જેની પર મને વાંધો છે. વંદે માતરમ્ ગીતનું ગાન કરવાથી કોઈ દેશભક્ત બની જતુ નથી. તો બીજી બાજુ મંત્રી આરિફ અકીલે કહ્યું કે તેઓ ભારત દ્વારા પાકિસ્તાન પર કરાયેલા હુમલાથી પણ સહમત નથી.

શું હતું મસૂદનું નિવેદન
આરિફ મસૂદે કહ્યું કે, શરીયત મને આવું કરવા માટેની પરવાનગી નથી આપતુ. જેથી હું વંદેમાતમ્ ગીતનું ગાન નહી કરી શકું. જો કે કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદનથી સાથે કોઈ સંબંધ ન હોવાની જાહેરાત કરી દીધી છે. પાર્ટીનો કોઈ અધિકારી તેનું મંતવ્ય આપવા માટે સામે આવ્યો નથી.
ભાજપે કોંગ્રેસ પાસે જવાબ માગ્યો
મસૂદનાં આ નિવેદન પર ભાજપે તેના રાજીનામાની માગ કરી છે. ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યું કે, આ નિવેદન આપત્તિજનક છે. જેથી કોંગ્રેસ આ અંગે પોતાનું મંતવ્ય રજુ કરવુ જોઈએ અથવા મસૂદ પાસે રાજીનામુ માગી લેવુ જોઈએ. આ વાતનો પલટવાર કરતા મસૂદે કહ્યું કે, શું મને ભાજપે ધારાસભ્ય બનાવ્યો છે, જે મારા રાજીનામાની વાત કરી રહ્યું છે. મારા વિસ્તારનાં 60 ટકા હિન્દુ મતદાતાઓએ મારી પસંદગી કરી છે.
આરિફ અકીલ પાકિસ્તાન પર કરાયેલા હુમલાથી સહમત નથી
ઈન્ડિયન એરફોર્સ દ્વારા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલા હુમલાથી ભોપાલ ધારાસભ્ય અને સિહોર જિલ્લાનાં પ્રભારી મંત્રી સહમત નથી. સિહોર જિલ્લા હોસ્પિટલનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા આરિફ અકીલે કહ્યું કે, હું આ કાર્યવાહીથી સહમત નથી. હું સહમત ત્યારે જ થઈશ જ્યારે પાકિસ્તાન અને આપણા દેશનાં ભાગલા પાડાનારા લોકોનો ખાતમો કરીને બન્ને દેશોને એક કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular