Tuesday, September 28, 2021
Homeકોંગ્રેસ નક્કી નથી કરી શકતું કે AAP સાથે ગઠબંધન કરવું કે નહીં,...
Array

કોંગ્રેસ નક્કી નથી કરી શકતું કે AAP સાથે ગઠબંધન કરવું કે નહીં, શિલા કહે ‘ના’ અને પીસી ચાકો મીટીંગ કરી બેઠા

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની સ્થિતિ સ્પષ્ટ કરવા અપીલ કરી છે. જેથી દિલ્હીમાં કોંગ્રેસમાં ભ્રમ ન ફેલાય.

આ ઉપરાંત શીલા દીક્ષિતે કોંગ્રેસ નેતા પીસી ચાકો દ્વારા દિલ્હીમાં કરાવવામાં આવેલા સર્વે અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, શીલા દીક્ષિતે કોંગ્રેસ હાઈ કમાનને પત્ર લખ્યો ત્યારે, પીસી ચાકોએ દિલ્હીમા જિલ્લા પ્રમુખોની બેઠક બોલાવી હતી.

જેમા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં શીલા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે પીસી ચાકો આપ સાથે ગઠબંધન કરવાનું સમર્થન કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments