Sunday, September 19, 2021
Homeકોંગ્રેસ ના પૂર્વ આગેવાન હમીદ ભટ્ટી પર ખૂની હુમલો, તલવાર-છરીના ઘા માર્યા
Array

કોંગ્રેસ ના પૂર્વ આગેવાન હમીદ ભટ્ટી પર ખૂની હુમલો, તલવાર-છરીના ઘા માર્યા

કચ્છ: કોંગ્રેસના પૂર્વ આગેવાન હમીદ ભટ્ટી પર જીવલેણ હુમલો થયો હતો. આજે બપોરે હમીદ જ્યારે કચ્છ યુનિવર્સિટી માં પરીક્ષા આપવા ગયા હતા ત્યારે 15થી વધુ લોકો છરી અને તલવારના ઘા માર્યા હતા. બનાવના પગલે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

અંગત અદાવત હુમલા પાછળનું કારણ: મળતી માહિતી પ્રમાણે જ્યારે હમીદ કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા ગયા હતા તે દરમિયાન તેમની કાર પાછળ 3 ગાડીમાં હુમલાખોર તેમનો પીછો કરી રહ્યાં હતા. યુનિવર્સિટી પહોંચતા હુમલાખોરોએ પહેલા તો હમીદની કાર પર પથ્થરમારો કર્યો હતો. અને બાદમાં તેમના પર તલવાર, છરીના ઘા મારી લોહીલુહાણ કરી દીધા હતા. અંગત અદાવત હુમલા પાછળનું કારણ હોઈ શકે તેવી પોલીસે આંશકા દર્શાવી હતી.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલ ખસેડાયા: બનાવના પગલે ભૂજના A-B ડિવીઝન પોલીસનો કાફલો, SOG, LCB અને ડીવાયએસપી, જે.એન.પંચાલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અને હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભટ્ટીને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભૂજની એકોર્ડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments