કોંગ્રેસ નેતાની ભવિષ્યવાણી- PM મોદીના શપથ લેતા જ તૂટી પડશે કર્ણાટક સરકાર

0
40

કર્ણાટક સરકાર વિશે અટકળો થમવાનું નામ નથી લઇ રહી. કેટલાય કોંગ્રેસ વિધાયકોના બીજેપી જુથમાં જોડાવાને લઇને અને ટુંક સમયમાં જ સરકાર પડી ભાંગવાની અફવાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

આ દરમિયાન પ્રદેશના કોંગ્રેસ નેતા અને પૂર્વ વિધાયક કે.એન.રંજનાએ કહ્યું છે કે કર્ણાટક સરકાર ત્યાં સુધી જ છે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાનની શપથ નથી લેતા, તેમના શપથ લેતા જ સરકાર પડી ભાંગશે.

કોંગ્રેસ નેતા કે.એન. રંજનાએ કહ્યું કે, ‘વડાપ્રધાનની શપથ લેવા સુધી જ જી.પરમેશ્વર ડેપ્યૂટી સીએમ છે. વડાપ્રધાનના શપથ લેતા જ પરમેશ્વર મંત્રી રહી શકશે નહીં. ન આ સરકાર આગળ ચાલશે. આવતા મહીને 10 જૂને કર્ણાટક સરકાર પડી ભાંગશે’. તેના વિપરીત કર્ણાટકના મંત્રી એમબી પાટિલે કહ્યું કે, ગઠબંધનનો કોઇ વિધાયક બીજેપીમાં જઇ રહ્યો નથી. બીજેપીએ આ પહેલા પણ સરકાર તોડી પાડવા માટે કોશિશ કરી છે. ભવિષ્યમાં કોશિશ કરશે પરંતુ વર્તમાન સરકાર અડીખમ છે.

આ પહેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ એક ટ્વવિટમાં લખ્યું- બીએસ યેદિયુરપ્પા બહુમતી ન હોવા છતા સરકાર બનાવવાની વાત કરી રહ્યા છે. આ કોઇ નવું નાટક નથી પરંતુ લોકોને ભ્રમિત કરવાની જૂની ચાલ છે. શ્રી નરેન્દ્ર મોદી સંવિધાન સામે માથું ઝુકાવે છે પરંતુ સંવિધાનની કઇ ધારાએ બીજેપીને સરકાર અસ્થિર કરવાનો અધિકાર આપ્યો છે.

બીજી તરફ જી. પરમેશ્વર લોકોને ભરોસો અપાવતા રહ્યા છે કે કર્ણાટક સરકાર પર કોઇ પ્રકારનો ખતરો નથી. પરમેશ્વરે શુક્રવારે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં સત્તારૂઢ ગઠબંધન વિરુદ્ધ પરિણામ આવ્યું છે. છતા એક વર્ષ જૂની જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર સુરક્ષિત અને સ્થિર છે. એમણે કહ્યું કે, ”અમારી સરકાર પર કોઇ ખતરો નથી. મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી અમારું નેતૃત્વ કરતા રહેશે. કેમકે ગઠબંધનમાં સામેલ બંને પાર્ટીના વિધાયક સરકાર તોડી પાડવાની ભાજપની કોશિશને રોકવા એકજુટ છે. ”

આપને જણાવીએ કે, રાજ્યની 28 લોકસભા સીટમાંથી બીજેપીને 25 સીટ મળી છે. જેડીએસ-કોંગ્રેસને 1-1 સીટ મળી છે. બીજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર સુમાલતા અંબરિશે પણ એક સીટ પર જીત મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here