Wednesday, September 22, 2021
Homeકોંગ્રેસ નેતા વિખે પાટિલનો દીકરો સુજય ભાજપમાં સામેલ, લોકસભા ટિકિટ મળી શકે...
Array

કોંગ્રેસ નેતા વિખે પાટિલનો દીકરો સુજય ભાજપમાં સામેલ, લોકસભા ટિકિટ મળી શકે છે

મુંબઈ: કોંગ્રેસ ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલનો દીકરો સુજય પાટિલ મંગળવારે ભાજપમાં સામેલ થયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં સુજય ભાજપમાં જોડાયો છે. લોકસભા ચૂંટણી પહેલાં સુજયની ભાજપ એન્ટ્રીથી કોંગ્રેસને નુકસાન જવાની શક્યતા છે.

સુજયે ગયા અઠવાડિયે જ ભાજપ નેતા ગિરીશ મહાજન સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે, સુજયને અહમદનગરથી લોકસભા ટિકિટ મળી શકે છે. જોકે દીકરાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવવા વિશે રાધાકૃષ્ણ વિખે પાટિલે કોઈ નિવેદન આપ્યું નથી. રાધાકૃષ્ણ વિખે પાટિલ આજે સાંજે દિલ્હીથી મુંબઈ પરત આવી રહ્યા છે. ત્યારપછી તેઓ દીકરો બીજેપીમાં જોડાયો તે વિશે કોઈ નિવેદન આપી શકે છે.

સુજયને સામેલ કર્યા પછી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, રાજ્ય દ્વારા લોકસભા ચૂંટણી માટે સુજયનું નામ સેન્ટ્રલ પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલવામાં આવ્યું છે. અમને આશા છે કે, પાર્લામેન્ટ્રી બોર્ડ અમારી ભલામણ વિશે વિચાર કરશે.

સુજયને અહમદનગરથી બીજેપી ટિકિટ મળવાની શક્યતા પછી સોમવારે દાદરમાં આવેલી મુંબઈ ભાજપ કાર્યાલયમાં વર્તમાન સાંસદ દિલીપ ગાંધીના સમર્થકોએ ખૂબ હોબાળો કર્યો હતો અને ધરણાં પર બેસી ગયા હતા. અહીં લોકસભા ચૂંટણી માટે કાર્યશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સામેલ થવા માટે ફડણવીસ પહોંચ્યા હતા. સમર્થકોએ મુખ્યમંત્રી સમક્ષ ગાંધીને ફરી ટીકિટ આપવાની માંગણી કરી હતી. આ વિશે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગાંધી સાથે કોઈ અન્યાય નહીં થવા દેવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments