કોંગ્રેસ નેતા હરિપ્રસાદે શાહની બિમારીની મજાક ઉડાવી, કહ્યું તેમને ડુક્કરનો તાવ થયો છે

0
44

નવી દિલ્હીઃ સ્વાઈન ફ્લૂનાં કારણે AIMSમાં સારવાર લઈ રહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અંગે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને રાજ્યસભાનાં સાંસદ બી કે હરિપ્રસાદે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. કોંગ્રેસ નેતા હરિપ્રસાદે અમિત શાહની બિમારીનો મજાક ઉડાવતા કહ્યું કે, “શાહની બિમારી ડુક્કરનો તાવ છે, શાહને કર્ણાટકની હાય લાગી છે, જો કર્ણાટક સરકારને હાથ લગાવશે તો શાહને બિમારી થશે.” અમિત શાહ AIMS હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ અંગેની સારવાર લઈ રહ્યા છે.

શાહને સુવરનો તાવ છે- હરિપ્રસાદ

હરિપ્રસાદે કહ્યું કે, અમારા 6 ધારાસભ્યોને કિડનેપ કરીને મુંબઈ ગોંધી રખાયા હતા, BJP અને RSSનાં કાર્યકર્તાઓએ નજર રાખી રહ્યાં હતા. જેમાંથી ઘણાં ધારાસભ્યો પરત આવ્યા હતા, જેના કારણે અમિત શાહને તાવ આવી ગયો છે આ જેવો તેવો તાવ નથી, તેમણે સુવરનો તાવ છે, જેને સ્વાઈન ફ્લૂ કહેવામાં આવે છે. અને હજુ જો કર્ણાટક પર ખરાબ નજરથી જોયુ તો સ્વાઈન ફ્લૂથી પણ વધુ ખરાબ હાલ થશે.

શાહનાં સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી

બુધવારે BJP અધ્યક્ષ અમિત શાહે પોતે પણ સ્વાઈન ફ્લૂ અંગે ટ્વીટ કરી કહ્યું કે, ” મને સ્વાઈન ફ્લૂ થયો છે, જેની સારવાર ચાલી રહી છે, ભગવાનની કૃપા અને તમારા પ્રેમ અને શુભકામનાઓથી જલ્દી જ સ્વસ્થ થઈ જઈશ.” મિડીયા રિપોર્ટ પ્રમાણે છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેમણે AIMS લઈ જવાયા હતા. ત્યા તેમણે સ્વાઈન ફ્લૂ હોવાની જાણ થઈ હતી. અમિત શાહની બિમારીનાં સમાચાર મળતા ઘણા નેતાઓએ  તેમની સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here