કોંગ્રેસ બોલી લોકશાહી જેવું રહ્યું નથી, CM રૂપાણીએ સામે જુઓ શું જવાબ આપ્યો?

0
13

રાજ્યસભાની બે સીટો માટે અલગ-અલગ ચૂંટણીને પડકારતી કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તો CM રૂપાણીએ તેનો વળતો જવાબ પણ આપ્યો છે.

કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વીક મકવાણાએ કહ્યું કે, હવે હાઈકમાન્ડ આગળની રણનીતિ નક્કી કરશે. તો હર્ષદ રિબડીયાએ જણાવ્યું કે, દેશમાં લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. લોકશાહીનું ખુન થઈ રહ્યું છે. જ્યારે વસોયાએ કહ્યું કે, ચુકાદાને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી પણ કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખવા જોઈએ.

જ્યારે કોંગ્રેસના ઠાલવેલા રોષ સામે CM રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. CM રૂપાણીએ કહ્યું કે, લોકશાહી માટે બોલવા માટે કોંગ્રેસ લાયક નથી. કોંગ્રેસ બધી રીતે ડૂબી રહી છે અને હવે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ તેમને માન્ય નથી. ત્યારે ચૂંટણી લડવી કે ન લડવી એ નિર્ણય કોંગ્રેસને કરવાનો છે.

તમને જણાવીએ કે, રાજ્યસભાની પેટાચૂંટણીના ભાજપના બન્ને ઉમેદવારો એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. મહત્વનુ છે કે, 5 જુલાઈએ રાજ્યસભાની પેટાચૂંટણી થવાની છે અને આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસે છે. રાજ્યસભાની ચૂંટણી અલગ-અલગ થવાની છે. જેના કારણે બન્ને ઉમેદવારોની જીત નિશ્ચિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here