Friday, March 29, 2024
Homeકોંગ્રેસ માં ઠાકોર સમાજ ને ટિકિટ આપવા અંગે અલ્પેશ-જગદીશ ઠાકોર આમનેસામને
Array

કોંગ્રેસ માં ઠાકોર સમાજ ને ટિકિટ આપવા અંગે અલ્પેશ-જગદીશ ઠાકોર આમનેસામને

- Advertisement -

ગાંધીનગર: કોંગ્રેસમાં ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી અને કોને નહીં તે બાબતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવાના મુદ્દે બાંયો ચડાવી હોવાનું સૂત્રોનું કહેવું છે, જેના પગલે જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા.

આ પછી ચાવડાએ અલ્પેશ અને જગદીશ ઠાકોરને એકમત થઇને ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી તે બાબતે સહમતી સાધવાની તાકીદ કરી હતી. આ મુદ્દે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરતા બંનેએ કહ્યું હતું કે, અમારી વચ્ચે કોઇ વિવાદ નથી.

સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં પસંદગી કરવામાં કોંગ્રેસ ગૂંચવાઇ: કોંગ્રેસમાં સુરેન્દ્રનગર, અમરેલી,પાટણ,બનાસકાંઠા અને મહેસાણામાં દાવેદારો વધી જતા ટિકિટનો મુદ્દો ગૂંચવાયો છે. સુરેન્દ્રનગરમાં લાલજી મેર, સોમા ગાંડા વચ્ચે, અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે, પાટણમાં ઠાકોર સમાજમાં ખેંચતાણ, બનાસકાંઠા-મહેસાણામાં ચૌધરી, ઠાકોર, પટેલો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. જેથી કોંગ્રેસ હવે કોને ટિકિટ આપશે તે બાબતે લોકો મીટ માંડીને બેઠા છે.

છોટુ વસાવાને કોંગ્રેસનો સાથ જોઇએ છે: ભરૂચમાં આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા છોટું વસાવાને લોકસભાની ચૂંટણી કોંગ્રેસના ટેકાથી લડવી છે, પણ કોંગ્રેસના નિશાન પર લડવી નથી. આથી કોંગ્રેસે છોટુ વસાવાને કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડવા મનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. હવે વસાવા મુદ્દે કોંગ્રેસ કયા પ્રકારનો નિર્ણય કરે છે તેના પર સૌની મીટ છે.

ધ્રાંગધ્રામાં પાસનાં મહિલા નેતા દાવેદારી માટે ચાવડાને મળ્યાં: ધ્રાંગધ્રા વિધાનસભાની પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે થશે. આવા સંજોગોમાં ભાજપે ધ્રાંગધ્રા બેઠક પરથી પરસોત્તમ સાબરિયાનું નામ જાહેર કરતા કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા માટે પાસનાં મહિલા નેતા ગીતા પટેલે પાસના આગેવાન સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુલાકાત લીધી હતી. તેમણે ધ્રાંગધ્રા બેઠક પરથી ચૂંટણી લડવાની દાવેદારી કરી હોવાનું સૂત્રોનું કહેવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular