Sunday, November 28, 2021
Homeકોંગ્રેસ સાથે છેડો ફાડનાર આ દિગ્ગજ નેતા ચૂંટણી પહેલાં સક્રિય થતાં રાજકારણ...
Array

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર આ દિગ્ગજ નેતા ચૂંટણી પહેલાં સક્રિય થતાં રાજકારણ ગરમાયું

 • CN24NEWS-05/02/2019
 • રાજકોટ: આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી એક વખત સક્રિય થયા છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યુગુરૂ રેલી રૂપે શક્તિ પ્રદર્શન કરશે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં 13 ફેબ્રુઆરીએ રેલી રૂપે શક્તિ પ્રદર્શનનું આયોજન કરાશે.CBI, EC, RBI સહિતની સંસ્થાઓને ભાજપે ખત્મ કર્યા હોવાના આક્ષેપ સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં રેલી યોજાશે. સંવિધાન બચાવો, દેશ બચાવોની રેલીનુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં આયોજન કરાશે. આ રેલીમાં જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર, સ્વામી ચક્રપાણી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. આ રેલી બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તમામ અગ્રણીઓને સભા પણ સંબોધશે.

  લોકસભા પહેલા કોંગ્રેસને કહ્યું હતું ‘બાય-બાય’
  ઉલ્લેખનીય છે કે,ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સ્થાન પામનાર નેતા છે. તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાજકોટની 2 નંબર પરથી ઉમેદવારી નોંધાવી હતી,આ બેઠક પરથી રાજ્યના મુખ્યપ્રધાન અને ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીએ પણ ઉમેદવારી નોંધાવી હતી.

 • કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડનારા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષથી નારાજગીને કારણે તેઓએ કોંગ્રેસને રામ રામ કહ્યા છે.ઈન્દ્રનીલ રાજ્યગુરુનું રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ છે અને ખાસ કરીને રાજકોટ શહેરમાં બ્રહ્મ સમાજમાં તેમની સારી પકડ છે. ઉલ્લેખનીય છે કે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યગુરુ રાજકોટ પશ્ચિમ બેઠકથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડયા હતા. જો કે તેમની હાર થઈ હતી.

  લોકસભા પહેલા સક્રિય થતાં તર્ક-વિતર્ક
  કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ફરીવાર સક્રિય થતાં રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. રાજકોટ ખાતે તેઓ આગામી 13 ફેબ્રુઆરીના રોજ રેલી સ્વરૂપે શક્તિપ્રદર્શન કરવાના છે.

  ઇન્દ્રનિલ રાજ્યગુરૂનું આ પ્રદર્શન CBI, EC, RBI સહિતની સંસ્થાઓને ભાજપે ખત્મ કર્યા હોવાના આક્ષેપ સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં રેલી યોજાશે. સંવિધાન બચાવો, દેશ બચાવોની રેલીનુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં આયોજન કરાશે. આ રેલીમાં જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર, સ્વામી ચક્રપાણી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. આ રેલી બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ તમામ અગ્રણીઓને સભા પણ સંબોધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments