Monday, January 24, 2022
Homeકોંગ્રેસ સાથે દિલ્હીમાં ગઠબંધન કરવા માટે ‘આપ’ના હવાતિયાં, રાહુલ ગાંધી નથી તૈયાર
Array

કોંગ્રેસ સાથે દિલ્હીમાં ગઠબંધન કરવા માટે ‘આપ’ના હવાતિયાં, રાહુલ ગાંધી નથી તૈયાર

દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગંઠબંધન કરવા માટે ‘આમ આદમી પાર્ટી’ દ્વારા પ્રયત્નો સઘન થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગંઠબંધન માટે મમતા બેનર્જી, શરદ પવાર અને ચંદ્રાબાબૂ નાયડૂ પણ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી ચૂક્યા છે પણ રાહુલ ગાંધી હજી ટસના મસ નથી થતા.

 

કોંગ્રેસ અધ્યક્ષ આ ગંઠબંધન પ્રત્યે પોતાનું મન કળવા દેતા નથી

દિલ્હીની સાત લોકસભા સીટ માટે ‘આમ આદમી પાર્ટી’ (આપ) તેમજ કોંગ્રેસના ગંઠબંધન માટે ફક્ત ‘આપ’ દ્વારા જ પહેલ કરવામાં આવી છે તેવું નથી. પણ, મમતા બેનર્જી, ચંદ્રાબાબૂ નાયડૂ તેમજ શરદ પવાર પણ આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી ચૂક્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના કેટલાક સીનિયર નેતા વ્યક્તિગત રીતે દિલ્હીમાં ગઠબંધન માટે મન બનાવી ચૂક્યા છે. પણ કોંગ્રેસ અધ્યક્ષ આ ગંઠબંધન પ્રત્યે પોતાનું મન કળવા દેતા નથી.

અહેમદ પટેલ વ્યક્તિગત રીતે આપ સાથે ગઠબંધન કરવાના મૂડમાં

દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગંઠબંધનના મુદ્દાને ‘આપ’ના નેતા સંજય સિંહ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ તેમજ અહેમદ પટેલ સાથે આ પહેલા પણ ઘણી મુલાકાત કરી ચૂક્યા છે. એ પણ જાણવા મળ્યું કે, આઝાદ તેમજ અહેમદ પટેલ વ્યક્તિગત રીતે આપ સાથે ગઠબંધન કરવાના મૂડમાં છે. કારણ કે, લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની સીટો જીતવા માટે આ ગંઠબંધન મહત્ત્વનું પુરવાર થઈ શકે તેમ છે.

રાહુલ ગાંધી આ મામલે સ્પષ્ટતા નથી કરતા

બંધ બારણે એવો ગણગણાટ સંભળાય છે કે, કેટલાક કોંગ્રેસી નેતાઓ આ બાબતે રાહુલ ગાંધીને મળ્યા છે અને ચર્ચા પણ કરી છે. રાહુલ ગાંધી આ મામલે સ્પષ્ટતા નથી કરતા. રાહુલ ગાંધીએ એમ કહ્યું છે કે, દિલ્હી પ્રદેશનું કોંગ્રેસ સંગઠન આ મુદ્દે તૈયાર નથી. રાહુલ ગાંધીની આ વાત કોંગ્રેસ અગ્રણીઓને ગળે ઉતરતી નથી. અંતરંગ વર્તુળ દ્વારા એ વાત પણ ચર્ચાય છે કે, આ ગઠબંધન થાય તો પણ યુપીમાં થયેલી બસપા તેમજ બીએસપી જેવું નહીં હોય. દિલ્હીમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થશે તો પણ અન્ય પાર્ટી માટે સીટો છોડવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular