Thursday, August 5, 2021
No menu items!
Homeહળવદ કોંગ્રેસ ના સદસ્યો ભાજપમાં જોડાવાની માત્ર અફવા
Array

હળવદ કોંગ્રેસ ના સદસ્યો ભાજપમાં જોડાવાની માત્ર અફવા

હળવદ : છેલ્લા થોડા દિવસોથી હળવદ તાલુકા પંચાયતના કોંગ્રેસના પાંચ સદસ્યો નગરપાલીકાના ત્રણ સભ્યો ભાજપ નો કેસરીયો પહેરશે તેવી ચર્ચાએ પંથકમાં ભારે જાર પકડયું હતું. ત્યારે હળવદ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજી તમામ પાલીકા અને તાલુકા પંચાયતના તમામ કોંગી સભ્યો પક્ષમાં જ હોવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.
ધ્રાંગધ્રા વિધાનસભાની પેટાચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદ કોંગ્રેસમાં ભંગાણ થવાની ચર્ચાએ ગ્રામ્ય પંથકમાં ભારે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો જેના પગલે હળવદ કોંગ્રેસ પણ સક્રિય બની આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ પાલીકા અને તાલુકા પંચાયત ના સભ્યો કોંગ્રેસ પક્ષ સાથે જ હોવાનો સૂર વ્યકત કર્યો હતો. ત્યારે આમ પક્ષ પલટાની થયેલ વાત પર હાલ તો પુરતો વિરામ લાગી ગયો છે. તાલુકા અને પાલીકાના સદસ્યોએ જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસપક્ષ સાથે જ છીએ અને આવનાર પેટા ચૂંટણી માં અત્યાર થી જ કામે લાગી ગયા છીએ. જયારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે , સતાધારી પક્ષ જાણી જાઈને આવી અફવાઓ બજારમાં ફેલાવી રહ્યું છે. અમારા કોંગ્રેસ પક્ષના ચુંટાયેલા તમામ પાલીકા અને તાલુકા પંચાયતના સદસ્યો કોઈપણ જાતનો પક્ષ પલટો કરવાના ન હોવાનું જણાવ્યું હતું.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments