કોંગ્રેસ MLA અદિતીસિંહે આર્ટિકલ 370 અંગે મોદી સરકારને આપ્યું સમર્થન, નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક

0
30

કોંગ્રેસ નેતા મિલિંગ દેવરા બાદ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતીસિંહે પણ આર્ટિકલ ૩૭૦ અંગે મોદી સરકારે લીધેલા નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યુ હતુ કે, સરકારે આર્ટિકલ ૩૭૦ અંગે જે નિર્ણય કર્યો છે. તેનું હું સમર્થન કરૂ છું.

સરકારના નિર્ણયના કારણે કાશ્મીર મુખ્યધારામાં સામેલ થશે. સરકારનો આ નિર્ણય ઐતિહાસિક છે. જેથી આ મામલે રાજનીતિ ન કરવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે, અદિતી સિંહ પહેલા જનાર્દન દ્વવિદી અને મિલિંદ દેવરાએ પણ મોદી સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

રાહુલ ગાંધીએ આર્ટિકલ 370 અંગે તોડ્યું મૌન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આર્ટિકલ ૩૭૦ અંગે મૌન તોડ્યુ. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, સરકારે જે નિર્ણય લીધો તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. સરકારે બંધારણનું ઉલ્લંઘન કર્યુ. સરકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જેલમાં નાખ્યા છે.

જમ્મુ કાશ્મીરના ટુકડા કરી રાષ્ટ્રીય એકતાને મજબૂત ન કરી શકાય. કોંગ્રેસ સંસદમાં મોદી સરકારનો કડક વિરોધ કરી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ આમામલે પહેલીવાર નિવેદન આપ્યુ છે.

લોકસભામાં કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ મોદી સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

લોકસભામાં કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ મોદી સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ હતુ કે, પૂર્વ પીએમ જવાહરલાલ નહેરૂના કારણે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જૂનાગઢ, હૈદરાબાદ સહિત જમ્મુ કાશ્મીર નહેરૂના કારણે ભારતમાં છે. તેમણે કહ્યુ કે, સરકાર બંધારણ પર હુમલો કરવા માગે છે. જેથી કોંગ્રેસને આર્ટિકલ ૩૭૦ પર મુકવામાં આવેલો પ્રતિબંધ મંજૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here