કોઈમ્બતૂર / ISના કેરળ-તમિલનાડુ મોડ્યુલ વિરુદ્ધ NIAના સતત બીજા દિવસે દરોડા

0
51

  • CN24NEWS-14/06/2019

કોઈમ્બતૂર: એનઆઈએએ તમિલનાડુ અને કેરળમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈએસઆઈએસ) સાથે સંકળાયેલા શંકાસ્પદો વિરુદ્ધ સતત બીજા દિવસે ગુરુવારે દરોડાની કાર્યવાહી કરી હતી. મહેસૂલ અને પોલીસ વિભાગના અધિકારીઓએ બીજા દિવસે ત્રણ લોકો- મોહમ્મદ હુસૈન, શાહજહાં અને હયાતુલ્લાના ઘરે વહેલી સવારે 4:30 વાગ્યે જ દરોડા પાડ્યા હતા.

દક્ષિણ ભારત, ખાસ કરીને તમિલનાડુ અને કેરળમાં આતંકી સંગઠનમાં યુવાનોની ભરતી કરવા અને આતંકી હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં એનઆઈએએ 30 મેના રોજ અઝહરુદ્દીન, શેખ હિદાયતુલ્લાહ, અકરમ સિંધા, અબુબકર એમ., સદ્દામ હુસૈન અને ઈબ્રાહીમ ઉર્ફે શાહીન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ બધા કોઇમ્બતૂરના વતની છે. બુધવારે પહેલા દિવસે એનઆઈએએ 7 સ્થળે દરોડા પાડી આઈએસઆઈએસ તમિલનાડુના માસ્ટરમાઈન્ડ મોહમ્મદ અઝહરુદ્દીન સહિત છ લોકોની ધરપકડ કરી હતી. અઝહરુદ્દીન “ખિલાફજીએફએક્સ’ ફેસબુક પેજના માધ્યમથી આઈએસઆઈએસનો પ્રચાર કરી રહ્યો હતો અને યુવાનોને જેહાદ માટે ઉશ્કેરી રહ્યો હતો. તે શ્રીલંકામાં 21 એપ્રિલના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપી જહરાન હાશિમનો ફેસબુક ફ્રેન્ડ છે. શ્રીલંકામાં ઈસ્ટર દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 ભારતીય સહિત 258 લોકો માર્યા ગયા હતા.

આ વસ્તુઓ કબજે લેવાઇ
દરોડામાં એનઆઈએએ 14 મોબાઇલ, 29 સિમકાર્ડ, 10 પેનડ્રાઇવ, ત્રણ લેપટોપ સહિત અનેક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરી લીધા હતા. અગાઉ મેમાં પણ એનઆઈએએ તમિલનાડુમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે સમયે પણ એનઆઈએએ આઈએસના શંકાસ્પદ આતંકીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ એજન્સીએ ગત મહિને ચેન્નઈમાં સર્ચ અભિયાન ચલાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here