કોગ્રેસના MLAએ FB પોસ્ટ કરી લખ્યું ગાયોના નામે મત પછી ગૌચરની જમીન ગાયબ

0
54

ધોરાજી: ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ગૌચર જમીનને લઇને પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેમાં તેણે પોસ્ટર મારફત જણાવ્યું છે કે, ગાયોના નામે મત પછી ગૌચરની જમીન ગાયબ. તેમજ 2290 ગામોમાંથી ગૌચરની જમીન ગાયબ હોવાનું લખ્યું છે.

ભાજપ પર પ્રહાર કર્યા છે

પોસ્ટરમાં ભાજપ પર પ્રહાર કરતા લખ્યું છે કે, આખલા જેવા ઉદ્યોગપતિ મિત્રોને કેસરી ચારો નાખતા ભાજપી શાસકો હવે બસ કરો. ધારાસભ્યની આ પોસ્ટથી રાજકોટ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

શું કહે છે લલિત વસોયા

લલિત વસોયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની અંદર મે અને મારા સાથી મિત્રોએ જે સવાલો પૂછ્યા હતા તેમાં સરકારે આપેલા જવાબ અનુસાર 2,290 ગામમાંથી ગૌચરની જમીનો હયાત નથી અથવા તો ગાયબ થઈ ગઈ છે. આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર ગાયોના નામે મત મેળવવાની વાતો કરે છે ગાયો બચાવવાની વાત કરે છે. એ જ સરકાર સમગ્ર ગુજરાતના ગામડાઓમાં ભૂ-માફિયાઓ દ્વારા ગૌચરની જમીનો ઉપર દબાણ કરી દેવામાં આવ્યું છે. આ દબાણ હટાવવા માટે અનેક ધારાસભ્યો દ્વારા લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. હું મારા વિસ્તારની વાત કરું તો મારા વિસ્તારની અંદર મે બે વાર લેખિત રજૂઆતો કરી છે કે, દરેક ગામોની અંદર ભૂ-માફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. વિધાનસભાની અંદર સરકારને સવાલો પૂછવામાં આવે તો સરકાર દ્વારા જવાબ આપવામાં આવે છે કે, ગૌચરની જમીન પર દબાણ થયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here