કોટડાસાંગાણીના રાજપરામાં બાળકીને વેફરની લાલચ આપી 50 વર્ષના શખ્સે અડપલાં કર્યા

0
25

કોટડાસાંગાણી: કોટડાસાંગાણીના રાજપરા ગામે સાત વર્ષની બાળકીને વેફર ખવડાવવાની લાલચ આપી 50 વર્ષનો શખ્સ રમેશ દેવજી વાઘેલાએ અડપલાં કરતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે.

7 વર્ષની બાળકીને ઘરે લઇ જઇ કપડા ફાડી નાંખ્યા હતા

7 વર્ષની બાળકી રિસેસના સમયે સ્કૂલેથી તેમની બહેનપણી સાથે ઘરે આવતી હતી ત્યારે રમેશે બાળકીને વેફર ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ પહેરેલ વસ્ત્રો તોડી નાખી ગુપ્ત ભાગે અડપલાં કરતા બાળકીને ગુપ્ત ભાગે ઈજાઓ થવા પામી હતી. બનાવના બીજા દિવસે માતાને બાળકીએ પહેરેલ વસ્ત્ર તૂટેલી હાલતમાં જોવા મળતા તેમની માતાએ ઠપકો આપી જણાવ્યું હતું કે કેમ આ વસ્ત્ર તૂટેલું છે ત્યારે બાળકી રડવા લાગી અને સમગ્ર બનાવની જાણ કરતા માતાના હોંશ ઉડી ગયા હતા.

બાળકીએ માતાને વાત કરતા હોંશ ઉડી ગયા

બાદમાં માતાએ બાળકીના શરીરે ચેક કરતા પીઠના ભાગે ઢીકા મારેલાના નિશાન જ્યારે ગુપ્ત ભાગે પણ નિશાન જોવા મળતા કામ પર ગયેલા તેમના પતિને ઘરે બોલાવી સમગ્ર બનાવની વાત કરતા તેમના પણ હોંશ ઉડી ગયા હતા. સમગ્ર બનાવને લઈને માતા-પિતાએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશને દોડી જઇ આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બાળકી નું મેડિકલ ચેકઅપ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવ્યું હતું અને આરોપી રમેશ વિરૂદ્ધ આઈપીસી 354 (ક) તેમજ પોક્સો 5(કે)(એમ)6 મુજબ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રમેશ કોઇ કામ ધંધો કરતો નથી

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી કોઈ કામ ધંધો ન કરતો હોઈ અને પોતે દારૂ પીવાની ટેવ ધરાવે છે. બાળકી જ્યારે સ્કૂલેથી રિસેસના સમયે છૂટી હોય તે દરમિયાન તેમની બહેનપણી સાથે હોય તે વેળાએ આરોપી રમેશે ભોગ બનનાર બાળકી વેફરની લાલચ આપી અને સાથે રહેલ બાળકી ખીજાઈને જતી રહેવાનું કહી તેમને ભગાડી મૂકી હતી. ત્યારબાદ તેમના ઘરે લઈ જઈ અડપલાં કરવાના શરૂ કર્યા હતા. ત્યારે સાથે રહેલી બાળકી ત્યાં પહોંચતા આરોપીને બીક લાગતા બાળકીને છોડી મૂકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here