કોડીનારના માઢવડ ગામે શિક્ષકો ધો.1ના છાત્રોને શાળામાં જ પૂરી જતા રહ્યા

0
44

કોડીનાર: કોડીનાર તાલુકાની માઢવાડ પ્રાથમિક શાળામાં 21 જાન્યુઆરીનાં રોજ સાંજે 5 વાગ્યે પહેલા ધોરણનાં બાળકો હજુ રૂમમાં હતા અને શાળાનાં શિક્ષકો રૂમમાં તાળું મારી ચાલ્યા ગયા હતા. રૂમમાં બાળકો હજુ છે કે નહીં એ જોવાની તસ્દી સુદ્ધાં ન લીધી. બાદમાં રૂમમાં પૂરાઇ ગયેલા બાળકોએ દેકારો કરતાં શાળા પાસેથી પસાર થતી મહિલાઓએ અવાજ સાંભળી તપાસ કરતાં બાળકો રૂમમાં પૂરાયેલા નજરે ચઢ્યા હતા.

મહિલાઓએ ગામમાં બધાને જાણ કરતાં ગામલોકો ભેગા થઇ ગયા હતા. અને રૂમની બારીનાં સળિયા તોડી બાળકોને બહાર કાઢ્યા હતા. દરમિયાન રોષે ભરાયેલા લોકોએ બીજા દિવસે બાળકોને શાળાએ જ નહોતા મોકલ્યા. શિક્ષકો સાથે વાતચીત કરી શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. દરમિયાન માઢવાડનાં ગ્રામજનોએ મિટિંગ બોલાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here