Tuesday, December 7, 2021
Homeકોણ છે ઈહા દિક્ષીત? જેણે 6 વર્ષની વયે જીત્યા સૌનાં દિલ
Array

કોણ છે ઈહા દિક્ષીત? જેણે 6 વર્ષની વયે જીત્યા સૌનાં દિલ

સૌથી નાની વયે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર વિજેતા ઉત્તર પ્રદેશની દિકરી ઈહા દિક્ષીતે દરેક ભારતીયનાં દિલ જીતી લીધાં છે. બાળસાહસિક ઈહા દિક્ષીતે ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ઈહાને છોડ આપીને સન્માનિત કરી હતી.

ઇહા દિક્ષીત લોહિયાનગર સ્થિત સેન્ટ ફ્રાન્સિસ વર્લ્ડ સ્કુલમાં પહેલાં ધોરણમાં અભ્યાસ કરે છે. ઇહા ભણવામાં પણ હોંશિયાર છે.સ્કુલનાં આચાર્ય સૌમેન ચક્રવર્તીએ જણાંવ્યું કે તે પોતાનાં સહાધ્યાયીઓ સાથે પણ સૂમેળભર્યો વ્યવહાર કર્યો છે.

ઇહા દિક્ષીતનાં પિતા કુલદીપ શર્માએ લાંબા સમય સુધી જાણીતા મિડીયા સમુહ અમર ઉજાલા સાથે કામ કર્યુ હતું. હાલમાં તેનાં પિતા એક કોચિંગ સેન્ટર ચલાવી રહ્યા છે. ઈહાની માતા અંજલી ચૌધરી એક સ્કુલમાં શિક્ષીકા છે.

રસપ્રદ વાત એ છે કે ઈહા દિક્ષીત સોશ્યલ મિડીયા પર ખુબ જ એક્ટિવ છે. ઈહા દર રવિવારે એક છોડનું વાવેતર કરે છે. ત્યાર બાદ તે પોતાની ફોટો ફેસબુક પર અપલોડ કરે છે. ઈહાનાં આ કામની સોશ્યલ મિડીયા પર ખુબ સરાહના થાય છે. આટલું જ નહિ લકો તેનાં આ કામથી પ્રેરણા મેળવે છે.

લીંબુનો છોડ લગાવીને કરી શરૂઆત

“ગ્રીન ઇહા સ્માઇલ ક્લબ”ની સંચાલિકા બાળકી ઈહા દિક્ષીતે પોતાનાં ઘરનાં બગીચામાં લીંબુનો છોડ લગાવીને કામની શરૂઆત કરી હતી.

પિતાએ જણાવ્યું કે શરૂઆતથી જ મારી દિકરીને કાંઈક અલગ કરવાની ખેવના હતી. ટીવી ચેનલમાં કાર્યક્રમો જોઈને તેને છોડનું મહત્વ સમજાયું. છોડ પર્યાવરણ માટે ખુબ જ ફાયદાકારક છે, પ્રદૂષણ ઓછું કરે છે.આ વિચારોની તેણે મનમાં ગાંઠવાળી લીધી.

મે મહિનામાં રવિવારે તેણે “મન કી બાત” માં પીએમ મોદીને ફુલછોડ પર ચર્ચા કરતા સાંભળ્યા. ત્યારથી ઈહા પોતાની મમ્મી સાથે જીદ કરવા લાગી કે હું ફુલ-છોડ વાવીશ.ત્યારબાદ તેણે માળીની મદદ વડે લીંબુનો છોડ લગાવીને કામ શરૂ કર્યુ.

દિલ તુટયું, રડી પડી પણ હાર ન માની

ઈહાની માતા અંજલી જણાવે છે કે, મારી દિકરી આટલી નાની ઉંમરમાં ખાડો ખોદતી અને તેમાં છોડ વાવતી. લોકો તેની સરાહના કરતા પણ સાથ ન આપતા.2018માં અમે ગ્રીન ઈહા સ્માઇલ ક્લબની શરૂઆત કરી. ધીમે-ધીમે બાળકો અમારી સાથે જોડાયા. બધા બાળકો દર રવિવારે આવે છે. છોડ લગાવે છે તેની માવજત કરે છે. અત્યારે અમારી ક્લબમાં છ બાળકો છે જે તમામ ઇહા કરતા મોટા છે. જ્યારે બાળકો છોડ લગાવતા તો લોકો તેને ઉખાડી ફેકતા,પશુઓ છોડ ખાઈ જતા.પોતે વાવેલા છોડ જયારે ઉખડી જાય તો ઇહાને ખુબ દુ:ખ થતું અને તે ખુબ જ રડતી.અમે તેને સમજાવતા કે બેટા રડ નહિં,જરૂરી નથી કે લોકો તારા કામની સરાહના કરે.તક્લીફ વેઠવી પડે છે.તમે તમારૂ કામ કરતા રહો.

રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર વિજેતા ઇહા દિક્ષીતને સ્કુલનાં આચાર્ય અને સ્ટાફે શુભેચ્છા પાઠવી છે. પિતા કુલદીપ શર્મા, માતા અંજલી અને નાની બહેન એશલની હાજરીમાં પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો.

ભેટ-સોગાદથી જોલી ભરાઈ ગઈ

પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત સમયે પીએમ મોદીએ ઈહાને ગિફ્ટ આપી હતી. ઇન્ટરવ્યૂ સમયે ન્યૂઝ ચેનલોએ પણ ઈહાને ઉપહાર આપ્યા હતાં. ગુરૂવારે ખુબ જ થાકી જવાને કારણે ઇહા પોતાની ભેટ સોગાદ જોઈ શકી ન હતી. ઈહાએ પોતાનાં માતા-પિતાને પણ ગિફ્ટ ખોલવાની મનાઈ કરી હતી. 25 જાન્યુઆરીએ ઈહા તેમજ અન્ય બાળકો દિલ્હી દર્શન માટે જશે.

“ઇહા” સુરક્ષાકર્મીની પ્રિય બની ગઈ

લગભગ પાંચ દિવસ થી દિલ્હી આવેલી અને મહિલા બાળ વિકાસ મંત્રાલયની મહેમાન બનેલી ઇહા દિક્ષીત સુરક્ષા ટીમની પ્રિય બની ગઈ છે. સુરક્ષાકર્મીઓ ઈહા દિક્ષીત સાથે ખૂબ વાતો કરે છે. ગુરૂવારે વડાપ્રધાન મોદી સાથે ઈહાએ મુલાકાત કરી. સાંજે ગેસ્ટહાઉસ પરત ફરી ત્યારે ઇહા રસ્તામાં જ ઉંઘી ગઈ હતી. ત્યારે એસ્કોર્ટ તેને ઉંચકીને લાવ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments