Sunday, November 28, 2021
Homeકોફી વિથ કરણ સીઝન 6 એવોર્ડ્સ, રણવીર, સારા અલી ખાન, કાજોલ સહિત...
Array

કોફી વિથ કરણ સીઝન 6 એવોર્ડ્સ, રણવીર, સારા અલી ખાન, કાજોલ સહિત 8 વિનર બન્યા

ટેલિવિઝન ડેસ્ક: કોફી વિથ કરણ સીઝન 6ના કુલ 8 એવોર્ડ જાહેર થયા છે. આ માટે પેનલમાં મલાઈકા અરોરા, કિરણ ખેર, વીર દાસ અને મલ્લિકા દુઆ હતા. વિવિધ કેટેગરીમાં કોફી એવોર્ડ્સ જાહેર કરવામાં આવ્યા.

બેસ્ટ ડેબ્યુ – મેલ – દિલજિત દોસાંજ 
દિલજિત દોસાંજે સૌનું દિલ જીતી લીધું અને એવોર્ડ સ્વીકારતા કહ્યું, ‘હું બધાનો આભાર માનું છું. હું હવે આ કોફી મગમાં રોજ રાત્રે દૂધ પીવાનું ચાલુ કરીશ.’

બેસ્ટ ડેબ્યુ – ફિમેલ – સારા અલી ખાન 
સારા અલી ખાન, ભૂમિ પેડનેકર વચ્ચે ટસલ હતી પણ અંતે સારા અલી ખાન વિજેતા બની.

બેસ્ટ ડ્રેસ્ડ – મેલ – વિકી કૌશલ 
વિકી કૌશલ સહીત પાંચ નોમિનેશન રણવીર સિંહ, સૈફ અલી ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શાહિદ કપૂરમાંથી વિકી વિજેતા બન્યો.

બેસ્ટ ડ્રેસ્ડ – ફિમેલ – કરીના કપૂર 
કરીના અને દીપિકા વચ્ચે પેનલ મેમ્બર્સ કન્ફ્યુઝ હતા. કરીનાએ એવોર્ડ લેતા જણાવ્યું કે, મને ઓડી જોઈએ છે, આ કપ નહીં.

બેસ્ટ મોમેન્ટ – રણવીર સિંહે અક્ષય કુમારની નકલ કરી
રણવીર સિંહે અક્ષય કુમારની નકલ કરી હતા જેની અક્ષયે તેને દરેક મેરેજ સેરેમનીમાં પર્ફોર્મ કરવા માટે સલાહ આપી હતી.

આન્સર ઓફ ધ સીઝન – અજય દેવગણ

બેસ્ટ પર્ફોર્મન્સ – ફિમેલ – કાજોલ

બેસ્ટ પર્ફોર્મન્સ – મેલ – રણવીર સિંહ
કુલ પાંચ નોમિનેશન હતા જેમાં દિલજિત દોસાંજ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, અર્જુન કપૂર અને રણવીર સિંહ સામેલ હતા. અર્જુન અને રણવીર વચ્ચે ટસલ હતી પણ અંતે રણવીર જીત્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments