કોમેડી કિંગ કપિલ શર્મા ડિસેમ્બરમાં પિતા બનશે

0
63

મુંબઈઃ કોમેડી કિંગ કપિલ શર્મા તથા ગિન્ની ચતરથ માતા-પિતા બનવાના છે. કપિલે ગયા વર્ષે 12 ડિસેમ્બરના રોજ ગિન્ની સાથે લગ્ન કર્યાં હતાં. હાલમાં કપિલ શર્મા પ્રેગ્નન્ટ પત્નીનું ધ્યાન રાખી રહ્યો છે અને તેની સાથે વધુમાં વધુ સમય પસાર કરી રહ્યો છે. આટલું જ નહીં કપિલ શર્માએ પત્ની સાથે આવનાર બાળકને લઈ શોપિંગ પણ કરી રાખ્યું છે.

ગિન્ની સેટ પર આવે છે
ગિન્ની પતિ કપિલ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર પણ આવે છે. તો શોની ટીમ પણ ગિન્નીનું પૂરતું ધ્યાન રાખે છે. કપિલ શર્માની માતા જનકરાની પણ અમૃતસરથી મુંબઈ આવી ગયા છે અને વહુનું ધ્યાન રાખે છે. ગિન્નીની માતા જલંધરથી મુંબઈ આવી ગયા છે. સૂત્રોના મતે, ગિન્ની આ વર્ષે ડિસેમ્બરમાં પહેલાં સંતાનને જન્મ આપશે.

ત્રણ રિસેપ્શન આપ્યા હતાં
કપિલે જલંધરમાં 12 ડિસેમ્બરના રોજ ચાઈલ્ડહૂડ ફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કપિલે એક રિસ્પેશન અમૃતસરમાં તો બીજું રિસેપ્શન મુંબઈમાં યોજ્યું હતું. રિસેપ્શનમાં ટીવી ઈન્ડસ્ટ્રીઝથી લઈ પંજાબી-બોલિવૂડ સ્ટાર્સ આવ્યા હતાં. ફેબ્રુઆરી, 2019માં કપિલ શર્માએ ત્રીજું વેડિંગ રિસેપ્શન દિલ્હીમાં આપ્યું હતું. આ રિસેપ્શનમાં ક્રિકેટર યુવરાજ સિંહ, સલમાનનો ભાઈ સોહેલ ખાન, મિકા સિંહ, દલેર મહેંદી સહિતના સેલેબ્સ આવ્યા હતાં. આટલું જ નહીં દિલ્હી વેડિંગ રિસેપ્શનમાં ફ્રાંસના રાજદૂત એલેક્ઝેન્ડર પણ હાજર રહ્યાં હતાં. રિસેપ્શન બાદ માર્ચમાં કપિલ શર્મા તથા ગિન્ની નેધરલેન્ડ ફરવા ગયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here