કોમ્યુનીટી હોલ ને લઈને ભોઇ સમાજમાં બે જુથ, નગરપાલિકા ના કોર્પોરેટર તથા ભાજપ શહેર પ્રમુખ ને માર્યો માર

0
40

પ્રાંતિજ ભોઇવાસ ખાતે નગર પાલિકા દ્વારા ૧૦લાખ ના ખર્ચે બનાવવામાં આવી રહેલ કોમ્યુનીટી હોલ ને લઈને ભોઇ સમાજમાં બે જુથ પડી ગયાં છે જેને લઈને એક જુથ દ્વારા પાલિકા દ્વારા બની રહેલ ટાઉનહોલ ખાતે આવી ને કામ બંધ કરાવીને વિરોધ કર્યો હતો તો બીજા જુથ ના વિપુલ કાન્તીભાઇ ભોઇ ને મારમારવામા આવ્યો હતો .

 

 

 

તો પ્રાંતિજ પોલિસ ને ધટના ની જાણ થતા ધટના સ્થળે દોડી આવી હતી અને ટોળાં ને છુટુ પાડવામાં આવ્યું હતું તો વિખુટા પડેલ ટોળા માં થી   ભોઇ સમાજના કેટલાક લોકો દ્વારા દેનાબેક પાસે  શ્રીજી કોમ્પલેક્શ માં આવેલ ધારાસભ્ય ની ઓફીસ માં બેઠેલ નગરપાલિકા કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન ધવલભાઇ રાવલ તથા ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ ને ધારાસભ્ય ની ઓફિસ માં જ બન્ને જણાને મારમારી ઇજાઓ પહોચાડી હતી તો ઓફિસ મા ખુરશીઓ સહિત ની તોડફોડ કરી હતી તો વિપુલ ભોઇ  , ધવલ રાવલ  , વિજયભાઇ પટેલ ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઇ જવામા આવ્યાં હતાં તો વિપુલ ભોઇ ને માથાના ભાંગે ઇજાઓ થતાં તેણે પ્રાંતિજ થી વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો છે .

બાઇટ  :- વિજય પટેલ  (ભાજપ શહેર પ્રમુખ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here