કોરોનાના કહેર વચ્ચે મહત્ત્વના ઇન્જેકશનોના કાળાબજારનું કૌભાંડ ઝડપાયું, સુરત-અમદાવાદમાં ત્રણ ગણી કિંમતે વેચતા

0
0
સુરત, અમદાવાદમાં દરોડા પાડી 3 લોકોનેને બ્લેકના ઇન્જેક્શન સાથે ઝડપ્યા હતા.

સુરત: સુરતમાં (Surat) વધી રહેલ કોરોના (Coronavirus) કહેર વચ્ચે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા ટોસિલિઝુમેબ (Tocilizumab injection) અને રેમડેસિવર ઇન્જેક્શનને બ્લેકમાં વેચનારાઓ પર ફુડ એન્ડ ડ્રગ વિભાગે નજર રાખી સુરત, અમદાવાદમાં (Ahmedabad) દરોડા પાડી 3 લોકોનેને બ્લેકના ઇન્જેક્શન સાથે ઝડપ્યા હતા. જોકે પકડાયેલ ઈસમો પાસેથી 8 જેટલા ઈન્જેક્સન કબજે કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.

ઇન્જેક્શનો 3 ગણી કિંમતમા વેચતા

કોરોના કહેર વચ્ચે સુરત માં સતત દર્દી વધી રહ્યા છે. ત્યારે દર્દીને ઓક્સિજનની જરૂર પડતા તબીબો દ્વારા આવા દર્દીને ટોસિલિઝુમેબ, રેમડેસિવર ઇંજેક્શન આપવામાં આવતા હોય છે. ત્યારે આ ઈંજેક્સન માટે દર્દી ના સ્વજનો સતત એક જગ્યાથી બીજી જગ્યા પર ધક્કા ખાતા જોવા મળતા હોય છે. ત્યારે પોતાના સ્વજન માટે ઈન્જેક્સન નહિ મળતા કળા બજારમાં પણ ઈન્જેક્સન ખરીદવા મજબુર થઇ જાય છે. ત્યારે આનો સીધો ફાયદો ઈન્જેક્શન વેચનાર ઉઠાવતા હોય છે અને તેને કળાબાજરી કરી 3 ગણી કિંમતમા વેચતા હોય છે. ત્યારે આ મામલે કળા બાજરીનું એક કૌભાંડ સરકારે ઝડપી પાડ્યુ હતું. ફરીએકવાર આવું કૌભાંડ ઝડપાયું છે.

સુરત ના વરાછાના એક દર્દીને ટોસિલિઝુમેબ, રેમડેસિવર ઇંજેક્શનની જરૂર હતી. તેઓએ બહુ પ્રયાસ કર્યો પરંતુ દવા ના મળી. છેલ્લે બ્લેકમાં મળતી હોવાનું જાણવા મળતા તેઓએ બ્લેકમા ઇન્જેક્શન ખરીદવા પ્રયાસ કર્યા હતા. તેમાં એક રેફરન્સથી ડભોલીમાં એક યુવક બ્લેકમાં 75 હજારમાં ટોસિલિઝુમેબ આપવા તૈયાર થયો હતો.

આ રીતે પકડાયુ કૌભાંડ

બીજી તરફ દર્દીના ભાઈ અતુલભાઈએ આ બાબતે સુરતના ડ્રગ એન્ડ ફુડ વિભાગને જાણ કરતા ડભોલીમાંથી બ્લેકમાં ઇંજેક્શન વેચનારને પકડી તેની પાસેથી બીજા પંદરેક ઇંજેક્શન કબજે કર્યા હતા. તેની પાસેથી માહિતી મળતા અન્ય સંદીપ અને પાર્થને અમદાવાદથી પકડ્યા છે. તેમની પાસેથી દસેક ઇંજેક્શન મળ્યા છે. જોકે આ બાબતે સુરતના ફુડ એન્ડ ડ્રગ વિભાગના કામગીરી શરૂ રાખી હતી અને જોકે આ જેક્સન સિપ્લા કંપનીના મેનેજર વેચતા હોવાનું બહાર આવતા તેના નિવાસ સાથે પણ દરોડા પાડવામાં આવિયા છે.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કોરોનાના દર્દીને આપવામાં આવતા ટોસિલિઝુમેબ અને રેમેડિસિવિર ઇન્જેક્શનના કાળા બજાર કરી રહેલા લોકોને જ નહીં પરંતુ તેને સપ્લાય કરી રહેલા લોકોને પણ પકડી પાડવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના સ્ટોક વિભાગમાંથી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની સપ્લાય કરવામાં આવે છે. સરકાર દ્વારા જે ત્રણ તબીબોની કમિટિ બનાવવામાં આવી છે તે આ ઇન્જેક્શન લખીને આપે છે ત્યારે તે સપ્લાય થાય છે.
પરંતુ આ ઇન્જેક્શનની ખૂબ જ શોર્ટેજ છે એટલે મળતા નથી. જેનો સીધો લાભ બ્લેક માર્કેટિંગ કરી રહેલા અને દવાના ધંધા સાથે સંકળાયેલા કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે. જોકે ટૂંક સમાયમાં તંત્ર દ્વારા આ નવા કૌભાંડ અંગે ખુલાસો કરવમા આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here