કોરોનાનો હાહાકારઃ 24 કલાકમાં 49,310 નવા કેસોનો રેકોર્ડ, કુલ મૃત્યુઆંક 30 હજારને પાર

0
0
ભારતમાં કોરોના વાયરસના કુલ 12.87 લાખ કેસ નોંધાયા જે પૈકી 8.17 લાખ દર્દીઓએ કોવિડ-19ને મ્હાત આપી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થનારા લોકોના કેસોમાં ભારતમાં ગુરુવાર બાદ ફરી રેકોર્ડ તૂટ્યો છે. શુક્રવાર સવારે જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 49,310 કોરોના વાયરસ (COVID-19)ના કેસો સામે આવ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 740 દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 12 લાખ 87 હજાર 945 કન્ફર્મ કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

આ ઉપરાંત, કોરોના વાયરસના હવે 4 લાખ 40 હજાર 135 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 8 લાખ 17 હજાર 209 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 30,601 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં 23 જુલાઈ સુધીમાં કુલ 1,54,28,170 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. માત્ર ગુરુવારની વાત કરીએ તો 3,52,801 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં 23 જુલાઈ સુધીમાં કુલ 1,54,28,170 કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. માત્ર ગુરુવારની વાત કરીએ તો 3,52,801 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

બીજી તરફ, ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો યથાવત્ રહ્યો છે. ગુરુવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1078 નવા કેસ નોંધાયા છે. જેની સામે 718 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 28 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 256 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 256, અમદાવાદમાં 210, વડોદરામાં 82, રાજકોટમાં 59, જૂનાગઢમાં 43, નર્મદામાં 40, ભાવનગરમાં 39, જામનગરમાં 34, ગાંધીનગર, દાહોદ, સુરેન્દ્રનગરમાં 31-31, ભરૂચમાં 27, કચ્છમાં 24, મહેસાણા, પાટણમાં 23-23, નવસારીમાં 18, બનાસકાંઠામાં 14, ખેડામાં 13, પંચમહાલમાં 12, ગીર સોમનાથમાં 11, આણંદ,વલસાડમાં 9-9, બોટાદ, મહીસાગરમાં 7-7, છોટા ઉદેપુર, તાપીમાં 5-5, મોરબી, સાબરકાંઠામાં 4-4, અમરેલી, અરવલ્લીમાં 3-3 અને પોરબંદરમાં 1 સહિત કુલ 1078 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કારણે 28 દર્દીના મોત થયા છે. જેમાં સુરતમાં 14, અમદાવાદમાં 5, કચ્છ, પાટણ, વદોડરામાં 2-2 જ્યારે ભાવનગર, બોટાદ અને મોરબીમાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2257 થયો છે. બીજી તરફ સુરતમાં 205, અમદાવાદમાં 203, વડોદરામાં 68, ભાવનગરમાં 22 સહિત કુલ 718 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

 ગુજરાતમાં અત્યારે કુલ 12,348 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,259 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 37,958 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

ગુજરાતમાં અત્યારે કુલ 12,348 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,259 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 37,958 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here