કોરોના ઈન્ડિયા : 2.97 લાખ કેસઃ 24 કલાકમાં 11128 દર્દી વધ્યા;ધનંજય મુંડે પોઝિટિવ, સંક્રમિત થનારા મહારાષ્ટ્રના ત્રીજા મંત્રી

0
5

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 97 હજાર 535 થઈ ગઈ છે. ગુરુવારે સતત બીજા દિવસે 11 હજારથી વધારે દર્દી વધ્યા અને રેકોર્ડ 393 લોકોના જીવ ગયા હતા. આ આંકડા covid19india.org ના આધારે છે. આ ઉપરાંત ભારત દર્દીઓના મામલામાં સ્પેન(2.89 લાખ) અને બ્રિટન(2.91 લાખ)થી આગળ નીકળી ગયો છે. હવે ભારત દુનિયામાં ચોથા નંબરે આવી ગયો છે. હાલ ટોપ-7 સંક્રમિત દેશમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા, ભારત, બ્રિટન, સ્પેન અને ઈટાલી છે.

તો બીજી બાજુ પંજાબ અને મધ્યપ્રદેશ સરકારે લોકડાઉનને કડક વલણ સાથે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ સરકારે જણાવ્યું કે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે રાજ્યમાં તમામ દુકાનો બજાર બંધ રહેશે અને લોકોના ઘરોમાંથી બહાર નીકળવા પર પણ પ્રતિબંધ રહેશે. સાથે જ મધ્યપ્રદેશ સરકારે રાજધાની ભોપાલમાં સપ્તાહમાં પાંચ દિવસ આખુ શહેર ખોલવાનો નિર્ણય કર્યો છે. અહીંયા શનિવાર અને રવિવારે બે દિવસ જરૂરી ચીજ વસ્તુઓની દુકાનને બાદ કરતા શહેર પુરી રીતે બંધ રહેશે.

ગુરુવારે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધારે દર્દી મળ્યા 
covid19india.orgના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે સંક્રમિત મળ્યા હતા. મહારાષ્ટ્રમાં 3607 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 152 લોકોના મોત થયા હતા. સાથે જ દિલ્હીમાં 1877 દર્દી મળ્યા હતા અને 101 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાથી 1085 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાંચ દિવસમાં સૌથી વધારે કેસ આવ્યા 

તારીખ કેસ
11 જૂન 11128
10 જૂન 11156
9 જૂન 9979
8 જૂન 8536
7 જૂન 10882

કોરોના અપડેટ્સ

  • સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોના અંગેના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે ગુરુવારે 10,956 કેસ સામે આવ્યા હતા. સાથે જ છેલ્લા 24 કલાકમાં 396 લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 2 લાખ 97 હજાર 535 કેસ સામે આવી ચુક્યા છે. જેમાં 1 લાખ 41 હજાર 842 એક્ટિવ કેસ છે અને 1 લાખ 47 હજાર 195 સાજા થયા છે. સાથે જ અત્યાર સુધી 8498 લોકોના મોત થયા છે.
  • તેલંગાણામાં કોવિડ-19ના ઉપચાર માટે બનાવાયેલી તેલંગાણા નોડલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી 300થી વધારે જૂનિયર ડોક્ટર્સ હડતાળ પર છે. આ લોકો હોસ્પિટલમાં યોગ્ય સુવિધાઓની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આખી હોસ્પિટલમાં 8 ડોક્ટર્સ છે જે ICUના 120 દર્દીઓની દેખરેખ કરે છે. જો અમે દર્દીઓને ક્રિટિકલ કેર વોર્ડથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરીશું તો અમને ઓક્સિજન સપોર્ટ આપવામાં 40 મિનિટનો સમય લાગી જશે. જ્યારે અહીંયા આખા રાજ્યમાંથી સંક્રમિત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે.
  •  મહારાષ્ટ્ર સરકારમાં સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત થયા છે. તેમનો ગુરુવારે મોડી રાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પાંચ રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ અહીંયા ગુરુવારે 192 નવા દર્દી મળ્યા હતા અને 4 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 85, ઈન્દોરમાં 41 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ હતી. રાજ્યમાં 10 હજાર 241 સંક્રમિત મળી ચુક્યા છે. જેમાંથી 2768 એક્ટિવ કેસ છે. મધ્યપ્રદેશ સાતમું એવું રાજ્ય બની ગયું છે, જ્યાં સૌથી વધારે કેસ છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં ગુરુવારે 478 કોરોના સંક્રમિત મળ્યા અને 24 લોકોના મોત થયા. ગૌતમબુદ્ધનગરમાં 41, લખનઉમાં 30, જૌનપુરમાં 20, ગાઝિયાબાદ અને હરદોઈમાં 16-16 જ્યારે મેરઠમાં 18 દર્દી મળ્યા હતા. રાજ્યમાં મૃતકોનો આંકડો 345એ પહોંચી ગયો છે. અહીંયા કુલ 12 હજાર 88 મળી ચુક્યા છે, જેમાંથી 4451 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રઃ અહીંયા ગુરુવારે 3607 નવા કોરોના દર્દી મળ્યા અને 152 લોકોના મોત થયા હતા. આ બન્ને આંકડા એક દિવસમાં સૌથી વધારે છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 94 હજાર 648 થઈ ગઈ છે, જેમાંથી 47 હજાર 980 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારા લોકોનો આંકડો 3560 થઈ ગયો છે.

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે કોરોનાના 238 નવા કેસ સામે આવ્યા અને 6 દર્દીઓના મોત થયા હતા. જોધપુરમાં 62, અલવરમાં 44, જયપુરમાં 38, અજમેરમાં 14 અને ધૌલપુરમાં 12 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં હવે દર્દીઓનો આંકડો 11 હજાર 838એ પહોંચી ગયો છે, જેમાંથી 2798 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાથી 265 લોકોના મોત થયા છે.

બિહારઃ રાજ્યમાં ગુરુવારે 250 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ઘણા લોકોના મોત થયા હતા. સીવાનમાં 60, મુંગેરમાં 36, ઔરંગાબાદમાં 19, ભાગલપુર અને કૈમૂરમાં 10-10 જ્યારે મધેપુરમાં 16 દર્દી મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here