કોરોના :કોરોનાના વધતા કેસોને કારણે AMCએ 32 કિટલી સીલ કરતાં શહેરની 1124 ચાની કિટલીઓ બંધ થઈ ગઈ

0
4
મ્યુનિ.એ શહેરમાં અનેક જગ્યાએ ચાની કિટલી બંધ કરાવી હતી.
મ્યુનિ.એ શહેરમાં અનેક જગ્યાએ ચાની કિટલી બંધ કરાવી હતી.

સીએન 24,સમાચાર

શહેરમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હોસ્પિટલોમાં પણ દર્દીઓથી ઊભરાઈ છે. લોકો માસ્ક પહેરતા ન હોવાથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી વધુ ભંગ થતો હોય તેવી ચાની કિટલીઓવાળા પર મ્યુનિ.એ તવાઈ બોલાવી છે. બુધવારે મ્યુનિ.એ 32 ચાની લારી, દુકાનોને સીલ કરી છે. શહેરમાં 1124 ચાની કિટલીવાળાને કોરાનાના સંક્રમણના ફેલાવા વિશે સમજાવતા તેમણે જાતે જ લારીઓ બંધ કરી દીધાનું મ્યુનિ.નું કહેવું છે.

સોલિડ વેસ્ટ વિભાગની 122 ટીમ તેમજ પોલીસની સંયુક્ત ટીમે શહેરના મહત્ત્વના પોઈન્ટ પર આવેલી ચાની લારીઓ સામે તવાઇ બોલાવી હતી. લાલદરવાજા લકી ટી સ્ટોલ સહિતની મોટી ટી સ્ટોલ પણ બંધ કરાવી છે. ખાસ કરીને શોપિંગ મોલ, દુકાનો, માર્કેટો બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરતા ન હોવાની જોગવાઈઓનો ભંગ થતો હોય તેવા સ્થળ ચાની લારીઓ પર તપાસ શરૂ કરાઈ હતી. શહેરમાં એકાએક કિટલીઓ બંધ કરાવતા અનેક ટી સ્ટોલના માલિકોમાં રોષ છે.

કયા ઝોનમાં ચાની લારી બંધ કરાવાઈ
સોલિડ વેસ્ટ વિભાગની 122 ટીમ તેમજ પોલીસે 7 ઝોનમાં આવેલી ચાની કિટલી પર તવાઈ બોલાવી.

ઝોન સીલ જાતે બંધ કરી
પૂર્વ 8 37
પશ્ચિમ 7 227
ઉત્તર 8 194
દક્ષિણ 3 146
મધ્ય 0 211
ઉ.પશ્ચિમ 0 204
દ.પશ્ચિમ 6 105
કુલ 32 1124