Monday, December 5, 2022
Homeવિદેશકોરોના બાદ હવે ડિસીઝ Xનું જોખમ, WHO એલર્ટ

કોરોના બાદ હવે ડિસીઝ Xનું જોખમ, WHO એલર્ટ

- Advertisement -

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યુ છે કે તેઓ એવા બેક્ટેરિયા, વાયરસ અને સૂક્ષ્મજીવીઓની ઓળખ કરી રહ્યુ છે જે ભવિષ્યમાં કોરોના જેવી મહામારીનું કારણ બની શકે છે. WHO આ જીવાણુઓની એક યાદી પણ બનાવશે, જેથી તેમના સામે લડવા પર કામ કરવામાં આવી શકે. આ રિસર્ચ માટે WHO 300 વૈજ્ઞાનિકોની એક ટીમ તૈયાર કરી રહ્યુ છે જે ભવિષ્યમાં મહામારી ફેલાવનારા બેક્ટેરિયા અને વાયરસની ઓળખ કરશે. સાથે જ આ ટીમ આ જીવાણુઓની વેક્સિન અને સારવાર પર પણ કામ કરશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ડિસીઝ X સમગ્ર રીતે અજ્ઞાત છે. આ વિશે હાલ વધાકે જાણકારી નથી પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ વાયરસ ખૂબ જોખમી હશે અને કોરોના કરતા પણ વધારે ઝડપથી ફેલાશે. ભવિષ્યમાં ડિસીઝ એક્સનો પ્રસાર થવાની સંભાવના છે. આ કોઈ નાના ઈન્ફેક્શનની જેમ પણ થઈ શકે છે અને મોટી મહામારીની જેમ પણ ફેલાઈ શકે છે.

આ દરમિયાન વૈજ્ઞાનિકો ખાસપ્રકારે ડિસીઝ X પર કામ કરશે જે એક અજ્ઞાત રોગજનક છે. ડિસીઝ X ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મહામારીનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ કોરોના કરતા ખૂબ વધારે જોખમી સાબિત થઈ શકે છે અને જો આ એકવાર ફેલાઈ ગયો તો આને રોકવુ લગભગ અસંભવ હશે. WHOનું કહેવુ છે કે 300 કરતા વધારે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમ ડિસીઝ X સહિત 25 કરતા વધારે વાયરસના પરિવારો અને બેક્ટેરિયાના પુરાવા પર કામ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular