કોરોના વાયરસથી મોત પછી એક સાથે બાળવામાં આવ્યા 50 મૃતદેહ, વીડિયો થયો વાયરલ

0
0
આ વીડિયો કોંગ્રેસના વિધાયક શિથાકાએ ટ્વિટર પર શેર કર્યો છે.

કોરોના વાયરસ (Coronavirus)થી દેશભરમાં અત્યાર સુધી 30 હજારથી વધુ લોકોની મોત થઇ ગઇ છે. અનેક વાર જોવામાં આવ્યું છે કે કોરોનાથી મોત પછી પરિવારજનો મૃતદેહને લેવા પણ નથી આવી શકતા. અને મેડિકલ સ્ટાફ અને સ્થાનિક પ્રસાશનની મદદથી આ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે આવો જ એક વીડિયો હૈદરાબાદમાં સામે આવ્યો છે. જ્યાં એક સાથે 50 મૃતદેહોનો એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરસ થયા પછી લોકોનો ગુસ્સો ભડક્યો છે.

કોરોના વાયરસથી મોત પછી એક સાથે બાળવામાં આવ્યા 50 મૃતદેહ, વીડિયો થયો વાયરલ

બે મિનિટ 15 સેકન્ડના વીડિયોને જોઇને તમારા પર રુંવાટા ઊભા થઇ જશે. આ વીડિયો કોંગ્રેસના વિધાયક શિથાકાએ ટ્વિટર પર શેર કર્યો છે. અને અહીં તમે અનેક ચિતાઓ જોઇ શકો છો. વિધાયકે આરોપ લગાવ્યો છે કે તેંલગાના સરકાર આંકડા છુપાવી રહી છે. આ વચ્ચે તેલંગાનાના ચિકિત્સા શિક્ષા નિર્દેશક ડૉક્ટર રમેશ રેડ્ડીએ કહ્યું છે કે ટ્રાંસપોર્ટશનની મુશ્કેલીઓના કારણે એક જ વારમાં 50 જેટલા શબોને લઇને એક સાથે તેમનો અંતિમ સંસ્કારક કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે સફાઇ આપી કે આ તમામ મૃતદેહ એક દિવસના નથી. પણ બે દિવસના જમા કરવામાં આવેલા મૃતદેહ છે.

ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં તેલંગાનામાં કોરોનાના 3232 નવા કેસ સામે આવ્યા છે. હવે દર્દીઓની કુલ સંખ્યા 50 હજારને પાર થઇ ગઇ છે. આ વચ્ચે એક મહિલાએ તેલંગાના ઉચ્ચ ન્યાયાલયમાં જઇ આરોપ લગાવ્યો છે કે તેના પતિની કોરોના વાયરસના કારણે મોત થઇ છે પણ એક ખાનગી હોસ્પિટલે બિલ ન ભરવાના કારણે તેમના પતિનો મૃતદેહ તેને નથી આપ્યો.

મહિલા મજૂરી કરીને પેટ ભરે છે. અને તેણે કોર્ટમાં રાહત આપવા માટે અનુરોધ કરતી અરજી દાખલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here