કોરોના વાયરસ સંક્રમણ ઉપર સ્ટડી, બાળકો માટે મોટા રાહતના સમાચાર

0
1
જો કોઈ બાળકમાં કોરોનાના ગંભીર લક્ષણો દેખાય અને તેને આઈસીયુમાં સારવાર કરવાની જરૂર પડે છે તો પણ તેના મોતની આશંકા ખૂબ જ ઓછી હોય છે.
જો કોઈ બાળકમાં કોરોનાના ગંભીર લક્ષણો દેખાય અને તેને આઈસીયુમાં સારવાર કરવાની જરૂર પડે છે તો પણ તેના મોતની આશંકા ખૂબ જ ઓછી હોય છે.
  • જો કોઈ બાળકમાં કોરોનાના ગંભીર લક્ષણો દેખાય અને તેને આઈસીયુમાં સારવાર કરવાની જરૂર પડે છે તો પણ તેના મોતની આશંકા ખૂબ જ ઓછી હોય છે.

નવી દિલ્હીઃ ક્યારેક રિસર્ચર્સ પહેલા એ કહે છે કે સામાન્ય રીતે બાળકો કોરોના વાયરસથી (coronavirus) ગંભીર રીતે પીડિત નથી થતાં. હવે એક અભ્યાસમાં (Study) પુષ્ટી થઈ છે કે હવે બહુ ઓછા બાળકોને (Children) કોરોનાના ગંભીર સંક્રમણથી ઝૂઝવું પડે છે.

સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે જો કોઈ બાળકમાં કોરોનાના ગંભીર લક્ષણો દેખાય અને તેને આઈસીયુમાં (ICU) સારવાર કરવાની જરૂર પડે છે તો પણ તેના મોતની આશંકા ખૂબ જ ઓછી હોય છે. જોકે રિસર્ચર્સનું કહેવું છે કે કોરોના સંક્રમિત થનારા બાળકોમાં લાંબા સમયમાં શું અસર પડે છે. આને સમજવા માટે વધારે સ્ટડીની જરૂર છે.

thelancet.com ઉપર પ્રકાશિત કરવામાં આવેલી એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે રિસર્ચરે યુરોપના (Europe) 20 દેશના બાળકો અને કિશોરોના આંકડા એકઠા કર્યા હતા. કોરોનાથી સંક્રમિત કુલ 582 બાળકો અને કિશોરોના આંકડાની સ્ટડી કરવામાં આવી હતી.

સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે, મોટાભાગના બાળકોમાં હળવા લક્ષણો જ હતા. બાળકોમાં મૃત્યુ દર એક ટકાથી પણ ઓછો જોવા મળ્યો હતો.

સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે, બાળકોને આઈસીયુમાં દાખલ હોવાની આશંકા વધી જાય છે. જો એ છોકરો હોય અને નવજાત હોય અથવા તે પહેલાથી કોઈ બીમારી સામે લડી રહ્યો હતો. આ ઉપરાંત સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાથી સંક્રમિત થનારા મોટાભાગના બાળકોમાં કોઈ લક્ષણ દેખાઈ નથી દેતા.