કોલંબિયાઃ કોલંબિયાની રાજધાની બોગોટામાં એક પોલીસ એકેડમીમાં બુધવારે એક કાર બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત થયા છે અને 65 ઘાયલ થયા છે. આ કોલંબિયાની રાજધાનીમાં છેલ્લાં 16 વર્ષમાં થયેલો સૌથી ભીષણ હુમલો છે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે, વિસ્ફોટકોથી ભરેલી એક કારનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલો કરવામાં આવ્યો. આ બ્લાસ્ટ સ્થાનિક સમયાનુસાર 9.30 મિનિટે થયો. જે વાહનમાં બ્લાસ્ટ થયો તેમાં 80 કિલોગ્રામ વિસ્ફોટક હતું. કોલંબિનાયાના પ્રેસિડન્ટ ઇવાન ડુકે ટ્વીટ કરી – તમામ કોલંબિયન આતંકવાદની વિરૂદ્ધ છે અને તેની વિરૂદ્ધ લડાઇમાં એકજૂથ છે.
બોગોટામાં છેલ્લાં 16 વર્ષમાં સૌથી ભીષણ હુમલો
સ્પીડમાં કાર આવી અને ચેકપોસ્ટ પર બ્લાસ્ટ
આ ઘટનાને નજરે જોનાઓએ કહ્યું કે, એક કાર સ્કૂલની બહાર ઝડથી આવી અને ચેકપોઇન્ટ પર જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને અટકાવવાની કોશિશ કરી તો ડ્રાઇવરે કારની ગતિ વધારી અને દીવાલ સાથે કાર અથડાઇ. ટક્કર સાથે જ કારમાં જોરદાર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના થોડાં સમય પહેલાં જ સ્કૂલમાં એક સમારંભ પૂર્ણ થયો હતો, જેમાં પોલીસ અધિકારીઓને મોટાં પદે પ્રમોટ કરવામાં આવ્યા હતા.
મૃતકોમાં પનામા અને ઇક્વાડોરના એક-એક નાગરિક પણ છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, કારમાં બ્લાસ્ટ થવા સાથે જ ડ્રાઇવરનું પણ મોત નિપજ્યું હશે.
કોલંબિયાના પ્રેસિડન્ટ ઇવાન ડ્યૂકે આ હુમલાને લઇને ગંભીરતા વ્યક્ત કરી છે અને કહ્યું કે, તેઓ ઝડપથી રાજધાની પહોંચી રહ્યા છે.
કોલંબિયા હિંસા આગળ નહીં ઝૂકે
પ્રેસિડન્ટ ડ્યૂકે કહ્યું કે, કોલંબિયા હિંસા સામે ઝૂકશે નહીં. બોગોટાના મેયર એનરિક પેનાલોસાએ આ હુમલાની આલોચના કરી છે અને આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ હુમલા પાછળ કોનો અને ક્યા સંગઠનનો હાથ હતો.
કોલંબિયાના રેડિયો સ્ટેશન આરસીએનએ ઘટનાના ફૂટેજ ટ્વીટ કર્યુ છે.
#Urgente Primeras imágenes de carro bomba en Escuela de Cadetes General Santander en Bogotá
Más imágenes en: https://t.co/r1rrwS6U5B pic.twitter.com/Ls4FdonOC1
— RCN Radio (@rcnradio) January 17, 2019
જો કે, કાર બ્લાસ્ટ થવો કોલિંબિયા માટે નવી ઘટના નથી. દાયકાઓથી સરકાર અને ફાર્ક (રેવોલ્યૂશનરી આર્મ્ડ ફોર્સેસિ ઓફ કોલંબિયા) વચ્ચે તણાવ રહ્યો છે. જો કે, સ્થાનિક મીડિયાનું કહેવું છે કે, છેલ્લાં 16 વર્ષોમાં કોલિંબિયામાં આવો બ્લાસ્ટ નથી થયો.