કોલકાતા : અમિત શાહનો રોડ શો, ભાજપનો આરોપ- TMC કાર્યકર્તાઓએ અમારા પોસ્ટર-બેનર્સ હટાવ્યાં

0
24

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ રોડ શો કરી રહ્યાં છે. રોડ શો પહેલાં કેટલાંક લોકોએ મોદી અને શાહના પોસ્ટર્સ હટાવ્યાં હતા. ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તેની પાછળ મમતા સરકારનો હાથ હોવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે, “મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુંડા અને પોલીસને પોસ્ટર તેમજ ઝંડા હટાવવા દીધા. જેવાં જ અમે ત્યાં પહોંચ્યા કે તેઓ ભાગી ગયા.”
વિજયવર્ગીયએ ટ્વીટ કરી મમતા સરકારની નિંદા કરી.

કેન્દ્રીય દળની તહેનાતી પર મમતાએ ચૂંટણી પંચને પત્ર લખ્યોઃ મમતા સરકારે 7માં તબક્કામાં કેન્દ્રીય દળની તહેનાતીને લઈને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. જેમાં સરકારને ક્વિક રિસ્પોન્સ ટીમમાં સ્થાનિક અધિકારી ન રાખવાના નિર્ણય પર વિચાર કરવાનું કહ્યું છે. મમતાએ કહ્યું કે કેન્દ્રીય દળ સ્થાનિક પોલીસને સંપર્કમાં નથી રાખતા.

મમતાએ હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી ન હતીઃ સાતમા તબક્કામાં બંગાળની 9 સીટ પર મતદાન થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને સોમવારે અમિત શાહની ત્રણ રેલીઓ થવાની હતી, પરંતુ તેમને જાધવપુરમાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી જ ન મળી. જે બાદ શાહે જયનગરમાં સભા કરી હતી. અહીં તેઓએ કહ્યું હતું- મારી આ ત્રણ રેલીઓ થવાની હતી. જયનગરમાં તો આવી ગયો પરંતુ બીજી જગ્યાએ મમતા દીદીના ભત્રીજાની સીટ હતી, ત્યાં અમે જઈએ તે વાતે મમતા દીદી ડરે છે કે ભાજપવાળા એકઠાં થશે તો ભત્રીજાના પાસા ઊંધા પડશે. અને એટલે જ તેઓએ સભાની મંજૂરી ન આપી.”

યોગીને સભા માટે મળેલી મંજૂરી પાછી લેવામાં આવીઃ પશ્ચિમ બંગાળમાં યોગી આદિત્યનાથની સભાઓની અનુમતિને પણ રદ કરવામાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સોમવારે આ જાણકારી આપી. તેઓએ જણાવ્યું કે 15 મેનાં રોજ યોગી દક્ષિણ પશ્ચિમ કોલકાતાના બેહાલા વિસ્તારમાં જેમ્સ લોગ સારાનીમાં લોકસભા કરવાના હતા. તંત્રએ પહેલાં તેની મંજૂરી આપી હતી પરંતુ સોમવારે તે મંજૂરીને રદ કરી દીધી છે. યોગીને તે જ દિવસે 24 પરગના જિલ્લાના હાવડામાં એક અને ઉત્તર કોલકાતાના ફુલબાગાનમાં એક રેલીને સંબોધિત કરવાની હતી. રાજ્યમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 19 મેનાં રોજ વોટિંગ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here