કોલકાતા પોલિસ અશ્વિનની રનઆઉટ કરવાની રીતને ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ ફેલાવવા ઉપયોગ કરી રહી છે

0
0

સ્પોર્ટ્સ ડેસ્ક: રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને માંકડેડ રનઆઉટ કર્યા પછી ભલેને કેટલાક પૂર્વ ક્રિકેટર્સ રવિચંદ્રન અશ્વિનની ટીકા કરી રહ્યા હોય પરંતુ કોલકાતા પોલિસે તેમાંથી સકારાત્મક સંદેશ આપ્યો છે. તેમણે ટ્રાફિકના નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા આ રનઆઉટનો ઉપયોગ કર્યો છે. તે માટે તેમણે ટ્વીટર ઉપર એક ફોટો પોસ્ટ કર્યો છે.

તે ફોટોમાં એક બાજુ અશ્વિન રનઆઉટ કરી રહ્યો છે, તો બીજી તરફ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતી ગાડીઓ લાઈન ક્રોસ કરી રહી છે. ફોટો ઉપર લખ્યું છે કે, ક્રિઝ હોય કે રોડ, જો તમે લાઈન ક્રોસ કરશો તો અફસોસ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here