કોલકાતા પોલીસ કમિશનરની CBI આજે બીજા દિવસે પણ પૂછપરછ કરશે

0
20

શિલોંગઃ શારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની CBI સતત બીજા દિવસે રવિવારે પણ પૂછપરછ કરશે. આ ઉપરાંત TMC સાંસદ કૃણાલ ઘોષને પણ શિલોંગ ઓફિસે બોલાવવામાં આવ્યાં છે. આ પહેલાં શનિવારે રાજીવ કુમારની CBIના અધિકારીઓએ લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી. કુમાર પર કૌભાંડની તપાસમાં બનેલી SITના પ્રમુખપદે હતા ત્યારે પુરાવા નાશ કરવાનો આરોપ છે.

CBIના સૂત્રો મુજબ શનિવારે રાજીવ કુમાર સહિત બંગાળ પોલીસના ત્રણ અધિકારીઓએ શનિવારે સવારે 11થી રાત્ર 7-30 વાગ્યા સુધી કૌભાંડથી સંલગ્ન માહિતીઓ એકઠી કરી હતી. તેમને કયા સવાલ-જવાબ કરવામાં આવ્યાં તે વાતનો ખુલાસો CBIએ નથી કર્યો.

પૂછપરછ પહેલાં નાગેશ્વર રાવના ઠેકાણાં પર દરોડા

રાજીવ કુમારની શિલોંગમાં પૂછપરછ થઈ તે પહેલાં શુક્રવારે કોલકાતા પોલીસે બેનામી સંપત્તિના મામલે CBIના પૂર્વ ઈન્ટરિમ ચીફ નાગેશ્વર રાવના ઠેકાણાં પર દરોડા પાડ્યાં. પોલીસે જે બે જગ્યાએ દરોડા પાડ્યાં તેમાંથી એક કોલકાતામાં છે અને બીજી સાલ્ટ લેક સ્થિત એન્જેલા મર્કેટાઈલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની ઓફિસ છે. આ કંપની રાવના પત્ની હોવાનું જણાવવામાં આવે છે. જો કે રાવે કહ્યું કે આ કાર્યવાહી પ્રોપેગેંડા અંતર્ગત કરાઈ છે. કંપની સાથે મારો કોઈ જ સંબંધ નથી. આ કંપની તેમના એક પારિવારિક મિત્રની છે.

કૌભાંડની તપાસ માટે બનેલી SITના પ્રમુખ હતા કુમાર

 શારદા કૌભાંડની તપાસ માટે 2013માં SITની રચના થઈ હતી. જેનું નેતૃત્વ 1989 બેચના IPS રાજીવ કુમાર કરી રહ્યાં હતા. 2014માં સુપ્રીમ કોર્ટે આ મામલાની જવાબદારી CBIને સોંપી હતી. જે બાદ રાજીવ કુમારને જાન્યુઆરી 2016માં કોલકાતા પોલીસના હેડ બનાવવામાં આવ્યાં હતા.

2460 કરોડનું છે શારદા ચિટફંડ કૌભાંડ

શારદા ગ્રુપ સાથે જોડાયેલાં પશ્ચિમ બંગાળના કથિત ચિટફંડનું કૌભાંડ 2460 કરોડ રૂપિયાનું છે. પશ્ચિમ બંગાળ પોલીસ અને EDના તપાસ રિપોર્ટ એવો પણ ખુલાસો થયો કે 80 ટકા રોકાણકારોના પૈસા પરત આપવાના બાકી છે. તપાસ રિપોર્ટ મુજબ શારદા ગ્રુપની ચાર કંપનીઓનો ઉપયોગ ત્રણ સ્કીમની મદદથી પૈસાને ઠેકાણે કરવામાં કરાયો હતો. આ ત્રણ સ્કીમ હતી ફિકસ્ડ ડીપોઝીટ, રિકરિંગ ડીપોઝીટ અને મંથલી ઈન્કમ ડીપોઝીટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here