Saturday, October 23, 2021
Homeકોલસાની ખાણમાં જમીન ધસી પડવાથી 19 મજૂરોનાં મોત, 2ની શોધખોળ
Array

કોલસાની ખાણમાં જમીન ધસી પડવાથી 19 મજૂરોનાં મોત, 2ની શોધખોળ

બેઈજિંગઃ ચીનમાં એક કોલસાની ખાણમાં જમીન ધસી પડવાથી 19 મજૂરોનાં મોત થયા છે. આ ઉપરાંત બે મજૂરો હજુ પણ ખાણમાં ફસાયા છે. ચીનની સરકારી એજન્સી શિન્હુઆ પ્રમાણે આ ઘટના શનિવારે બપોરે શાંક્સી પ્રાંતમાં બની હતી. ત્યારે ખાણમાં 87 લોકો ફસાયા હતા. જેમાથી 66 લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા.

ચીનમાં કોલસાનાં ઉત્પાદનમાં સુધારો અને ગેરકાયદે ખનન પર પ્રતિબંધ લાદવાના પ્રયાસો કરવા છતા દેશમાં ઉદ્યોગોનો રેકોર્ડ ખરાબ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ- પશ્વિમ ચીનમાં ખાણમાં કામ કરી રહેલા 7 લોકોનાં મોત થયા હતા આ ઉપરાંત 3 ઘાયલ થયા હતા.

ગત વર્ષે ઓક્ટોબરમાં પણ શેનડોન્ગ પ્રાંતની ખાણમાં બનેલી ઘટનામાં 21નાં મોત થયા હતા. ચીનનાં રાષ્ટ્રીય કોલસા ખોદકામ સુરક્ષાનાં અધિકારીઓ પ્રમાણે, 2017માં કુલ 375 લોકો કોલસાના ખોદકામ દરમિયાન મોતને ભેટ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments