કોલેજિયમનો ડિસેમ્બર 2018નો નિર્ણય જાહેર ન કરાતા જસ્ટિસ લોકુર નિરાશ

0
32

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાંથી ગયા વર્ષે 30 ડિસેમ્બરે સેવા નિવૃત્ત થયેલા જસ્ટિસ એમબી લોકુરે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની કાર્યપ્રણાલી સામે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે અમુક જજના સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન સામે પણ સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું છે કે, કોલેજિયમનો 12 ડિસેમ્બરવાળો નિર્ણય વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો નથી. ત્યારપછી જાન્યુઆરીમાં નિર્ણય બદલી દેવામાં આવ્યો અને તેને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો. હું આ વાતથી નિરાશ છું.

કોલેજિયમમાં જે થાય છે તે ગુપ્ત છે

જસ્ટિસ લોકુરે બુધવારે લીફલેટ દ્વારા કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં સ્ટેટ ઓફ ધી ઈન્ડિયન જ્યુડિશિયરિ વિષય પર થયેલા સંમેલનમાં સંબોધન કર્યું હતું. તેમણે જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ રાજેન્દ્ર મેનના પ્રમોશન વિશે પણ કહ્યું હતું કે, કોલેજિયમમાં જે થાય છે તે ગુપ્ત હોય છે અને વિશ્વાસ મહત્વનો હોય છે.

તેમણે કહ્યું કે, મને નથી ખબર કે મારા નિવૃત્ત થયા પછી કયા વધારાના દસ્તાવેજો આવ્યા. ચીફ જસ્ટિસ ગોગોઈ પછી બીજા સીનિયર જજ રહેલા લોકુર હતા ત્યારે કોલેજિયમે જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ અને જસ્ટિસ રાજેન્દ્ર મેનને પ્રમોશન આપવાની ભલામણ 12 ડિસેમ્બરે કરી હતી.

ત્યારપછી 30 ડિસેમ્બરે  જસ્ટિસ લોકુરના નિવૃત્ત થયા પછી કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટ જસ્ટિસ સંજીવ ખન્ના અને કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિલ દિનેશ માહેશ્વરને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. જે વિશે સાર્વજનિક રીતે સવાલ ઉભા કરવામાં આવ્યા હતા.

ન્યાપાલિકામાં ભાઈ-ભત્રીજાવાદ નહીં
 જસ્ટિસ લોકુરે ન્યાયપાલિકામાં ભાઈ-ભત્રીજાવાદના દાવાને નકારી દીધો છે અને કહ્યું કે, તેઓ નથી માનતા કે કોલેજિયમ સિસ્ટમ નિષ્ફળ છે. તેમણે કહ્યું કે, ન્યાયપાલિકામાં નિમણૂકમાં સમયસીમાનું પાલન કરવા માટે એક તંત્ર હોવું જોઈએ.
જસ્ટિસ લોકુરે કહ્યું કે, કોલેજિયમમાં સ્વસ્થ ચર્ચા થાય છે અને સહમતી-અસહમતિ તેનો ભાગ હોય છે. કોલેજિયમ વ્યવસ્થામાં થોડા ફેરફાર લાવવાની જરૂર છે.
કોલેજિયમ ભલામણની ફાઈલ સરકાર દબાવીને બેઠી છે

આ દરમિયાન જસ્ટિસ લોકુરે કહ્યું કે, બધા જાણે છે કે, સરકાર કોલેજિયમ ભલામણની ફાઈલો દબાવીને બેઠી છે. તે માટે ટાઈમલાઈન નક્કી હોવી જોઈએ. કોઈ પણ કોલેજિયમ ભલામણની ફાઈલો અટકાવીને ન રાખવી જોઈએ. સરકારે પણ નહીં.

કોઈ સરકારી પદ નહીં લઉ

ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચારના આરોપો સંબંધિત સવાલ પર જસ્ટિસ લોકુરે કહ્યું કે, જો કોઈ જજ સામે ભ્રષ્ટાચારના પુરાવા હોય તો એક સિસ્ટમ હોવી જોઈએ. જ્યારે જજ પર આરોપ લાગે છે તો મને બહુ દુખ થાય છે. ચીફ જસ્ટિસ સહિત દરેક લોકો અંડર સ્કેનર હોવા જોઈએ. મેં નિર્ણય કર્યો છે કે, હું જાતે કોઈ સરકારી પદ નહીં સ્વીકારું.

શું જજને સન્યાંસી હોવું જોઈએ?
વડાપ્રધાનનું સુપ્રીમ કોર્ટ જવું અને કોર્ટ રુમ નંબર-1 ખોલાવવાના સંબંધીત સવાલ પર જસ્ટિસ લોકુરે કહ્યું, શું તમે મને એવું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે મારે પીએમનો ચહેરો પણ ન જોવો જોઈએ. શું જજે સન્યાંસી હોવું જોઈએ. તે કાર્યક્રમમાં ઘણાં દેશોના ચીફ ગેસ્ટ આવ્યા હતા. મને તેમાં કઈ ખોટું નથી લાગતું.
નિવૃત્તિ પછી જજના પદની નિમણૂકના કાયદા બદલવા જોઈએ

નિવૃત્ત થયા પછી જજના પદ સંભાળવા વિશેના સવાલ વિશે જસ્ટિસ લોકુરે કહ્યું કે, એક કાયદો છે કે, રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગના ચેરમેન પદ પર રિટાયર્ડ ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવશે. આ સંજોગોમાં શું થશે? તે માટે કાયદો બદલવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here