Sunday, November 28, 2021
Homeકોલેજીયન ગર્લને યુવકની ધમકી, તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને...
Array

કોલેજીયન ગર્લને યુવકની ધમકી, તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાંખીશ

અમદાવાદ: આર.જે તીબરેવાલ કોમર્સ કોલેજ બહાર યુવકે યુવતીને ધમકી આપી હતી. તેણે ધમકાવીને કહ્યું હતું કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ’. ડરી ગયેલી યુવતીએ યુવક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બે વર્ષથી સંબંધ તોડી નાંખ્યો હતો

સેટેલાઈટ વિસ્તારમાં રહેતી અને આર.જે તીબરેવાલ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં અભ્યાસ કરતી હતી. તે સમયે શાહપુરના ભોયવાડામાં રહેતા અક્ષય શ્રીમાળી સાથે તેની મિત્રતા થઇ હતી. યુવતી તેના ઘરના પરિવારજનોને પણ ઓળખતી હતી. બે વર્ષ પહેલા બંને વચ્ચે કોઈ અણબનાવ બનતા સંબંધ તોડી નાંખ્યો હતો.

સતત છ દિવસ કોલેજની બહાર આવી ધમકીઓ આપી

7 જાન્યુઆરીએ યુવતી કોલેજે ગઈ હતી ત્યારે અક્ષયે તેના મોબાઈલ ફોન પર ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોન ન ઉપાડતા અક્ષય કોલેજ પર પહોંચી ગયો હતો. 11 વાગ્યે યુવતી કોલેજમાંથી બહાર આવતા અક્ષયે ‘તું મારો ફોન કેમ નથી ઉપાડતી, મારી સાથે કેમ સંબંધ નથી રાખતી ?, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. સતત છ દિવસ સુધી આ રીતે કોલેજની બહાર આવીને ધમકીઓ આપતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments