Tuesday, September 21, 2021
Homeકોવીડ-19 : AIIMS ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ બુસ્ટર ડોઝ જરૂરી
Array

કોવીડ-19 : AIIMS ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ બુસ્ટર ડોઝ જરૂરી

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના વડા રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં કોરોનાના અન્ય પ્રકારો પણ સામે આવશે, આગામી પેઢી માટે કોરોનાની વેક્સિનની સાથે બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. ડો. ગુલેરિયાએ એએનઆઈ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, એવું લાગે છે કે આપણને વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર પડશે, કારણ કે સમય પસાર થવા સાથે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. બૂસ્ટર ડોઝ જરૂરી છે જે કોરોના વાયરસના વિવિધ સ્વરૂપો સામે કવર કરે.

ડો. ગુલેરિયાએ વધુમાં કહ્યું કે બૂસ્ટર ડોઝ બીજી પેઢીની વેક્સિન હશે. “અમારી પાસે બીજી પેઢીની વેક્સિન હશે જે નવા વેરિયન્ટને આવરી લેવાની દ્રષ્ટિએ વધુ સારી હશે. બૂસ્ટર વેક્સિન ડોઝના ટ્રાયલ પહેલેથી જ ચાલી રહી છે. આપણે આ વર્ષના અંત સુધીમાં કદાચ બૂસ્ટર ડોઝની જરૂર પડશે. પરંતુ આ ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે સમગ્ર વસ્તીનું એક વખત વેક્સિનેશન થઈ જાય.

બાળકોની વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે
ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં બાળકોનું વેક્સિનેશન શરૂ થવાની સંભાવના છે. ડો. રણદીપ ગુલેરિયાએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હશે. તેમણે કહ્યું કે બાળકો માટે ભારત બાયોટેકની કોવાક્સિન ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં તેનું પરિણામ બહાર આવે તેવી સંભાવના છે. ફાઈઝરની વેક્સિનને પહેલા જ FDAની મંજૂરી મળી ચૂકી છે. આશા છે કે સપ્ટેમ્બર સુધીમાંબાળકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવશે.

એઇમ્સના ડિરેક્ટરએ માહિતી આપી હતી કે, બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં પરિણામ જાહેર થવાની સંભાવના છે. “બાળકો માટેની વેક્સિન હવે સામે આવવી જોઈએ કારણ કે ભારત બાયોટેકની ટ્રાયલ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ તબક્કામાં છે. બાળકોને તેમની ઉંમર અનુસાર વર્ગોમાં અલગ કરીને ત્રણ તબક્કામાં ટ્રાયલ હાથ ધરવામાં આવે છે. પ્રથમ પરીક્ષણ 12-18 વર્ષની વય કેટેગરી, ત્યારબાદ 6-12 વર્ષ અને 2-6 વર્ષના વય વર્ગ, જે હાલમાં ટ્રાયલ હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે Zydus Cadilaએ બાળકો માટે તેમની COVID-19 વેક્સિનના ડેટાને સામેલ કર્યા છે.

ભારત સરકાર દ્વારા વેક્સિન ઉત્પાદકો મોડર્ના અને ફાઈઝર સાથેની વાતચીત ઉપરાંત પણ વેક્સિન મેળવવામાં વિલંબ મામલે, એમ્સના વડાએ કહ્યું હતું કે, “વિલંબના અનેક કારણો હોઈ શકે છે. “મનેલાગે છે કે બે કે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એક ડોઝ પર સરકાર સાથે સહકાર અને સમજણ. આપણને આપવા માટે કંપનીઓ પાસે વધારાના ડોઝ પણ હોવા જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે તેમની પાસે ઘણા દેશોના પ્રિ-બુક ઓર્ડર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments