Wednesday, December 8, 2021
Homeકોહલીની વિરાટ સદી અને શંકરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને વનડેમાં 500મી જીતનો સ્વાદ...
Array

કોહલીની વિરાટ સદી અને શંકરના ઓલરાઉન્ડ દેખાવે ભારતને વનડેમાં 500મી જીતનો સ્વાદ ચખાડ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: વિજય શંકરે પોતાની પહેલી ઓવરમાં 13 રન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં મેચ જીતવા 11 રનની જરૂર હતી. સ્ટ્રાઇક ઉપર સેટ બેટ્સમેન માર્ક્સ સ્ટોઈનિસ હતો જે 52 રને રમી રહ્યો હતો. શંકરને ઓવર આપવી કે જાધવને તે ચર્ચા વ્યાજબી રૂપે ક્રિકેટપ્રેમીઓમાં ચાલી રહી હશે. પરંતુ છેલ્લી ઓવરમાં સ્ટોઈનિસ અને ઝાંપાને આઉટ કરનાર શંકરે મેચ પછી કહ્યું હતું “હું 43મી ઓવરથી છેલ્લી ઓવર નાખવા તૈયાર હતો.” વિજય ખરેખર તૈયાર હતો. તેણે ભારતને તેમના વનડે ઇતિહાસની 500મી મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કદાચ આ પ્રદર્શન થકી તેણે વર્લ્ડકપમાં પણ પોતાની જગ્યાની નક્કી કરી લીધી છે.

ભારતે ઓસ્ટ્રેલિયા સામેના દિલધડક મુકાબલામાં 8 રને જીત મેળવી છે. 251 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી. ઓપનિંગ જોડીએ 83 રન ઉમેર્યા બાદ તેઓ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા. તેમના માટે માર્ક્સ સ્ટોઈનિસે 52 એન્ડ પીટર હેન્ડસકોમ્બે 48 રન કર્યા હતા. ભારત માટે કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી. જયારે જસપ્રીત બુમરાહ અને વિજય શંકરે 2-2 વિકેટ લીધી હતી. 5 વનડેની સિરીઝમાં ભારત 2-0થી આગળ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments