Thursday, August 5, 2021
No menu items!
Homeકોહલી કે યુવરાજ નહી ધોની છે IPLનો નવો ‘સિક્સર કિંગ’, આ ખાસ...
Array

કોહલી કે યુવરાજ નહી ધોની છે IPLનો નવો ‘સિક્સર કિંગ’, આ ખાસ રેકોર્ડ કર્યો પોતાના નામે

ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મંગળવારે દિલ્હી સામે રમાયેલી રોમાંચક મેચમાં એક સિક્સર ફટકારતા જ ઇન્ડિયન ટી-20 લીગમાં પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

હકીકતમાં ધોનીએ પોતાની જ ટીમના સ્ટાર ખેલાડી સુરેશ રૈનાને પાછળ છોડીને આ લીગમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે કુલ 187 સિક્સર ફટકારી છે. તેણે સુરેશ રૈના (186)ને પાછળ છોડી દીધો છે.

આ મામલે ધોનીએ ફક્ત રૈનાનો જ નહી પરંતુ સાઉથ આફ્રીકાના પૂર્વ સ્ટાર તથા બેંગલોરના ધાકડ બેટ્સમેન એબી ડીવીલિર્સ (186)ને પણ પાછળ છોડી દીધાં છે. બંને ખેલાડીઓના નામે આ લીગમાં 186-186 સિક્સર નોંધાયેલી છે. ત્રીજા નંબરે ડીવીલિયર્સ, ચોથા નંબરે રૈના, જ્યારે પાંચમા નંબરે મુંબઇના કેપ્ટન રોહિત શર્મા (184 સિક્સર) છે.

જણાવી દઇએ કે શેન વોટસન (44)ની ઉમદા ઇનિંગ અને ડ્વેન બ્રાવો (3 વિકેટ)ની શાનદાર ઇનિંગની મદદથી ચેન્નઇએ મંગળવારે રોમાંચક મેચમાં દિલ્હીને 6 વિકેટે હરાવ્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments