કોહલી સાથેના અફેરને લઇને આ હોટ એક્ટ્રેસે કર્યો ખુલાસો, ‘વિરાટ છે સૌથી બેસ્ટ’

0
19

2012માં વિરાટ કોહલી અને તમન્ના ભાટિયાના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. બંને એક એડ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતુ અને ત્યારથી બંનેના એફરની ચર્ચા શરૂ થઇ હતી. જોકે બંનેએ ક્યારેય પોતાના રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો, ત્યાં સુધી કહેવાતું હતુ કે બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા જે પછી છૂટા પડી ગયા. બ્રેકઅપનું કારણ કોહલી અને બ્રાઝિલિયન મોડલ ઇઝાબેલના વધતા સંબંધો હતા.

તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં ‘બાહુબલી’ ની એક્ટ્રેસ વિરાટને ડેટ કરવા અંગે ખુલાસો કર્યો છે. તમન્નાને કહ્યુ કે, ”એડ ફિલ્મના શૂટિંગ પછી ક્યારેય વિરાટને મળી નથી અને કોઇ વાતચીત પણ નથી થઇ. શૂટિંગ વખતે કદાચ અમે બંનેએ એકબીજાને 2-4 શબ્દો કહ્યા હશે. બસ આટલુ જ. પછી અમે ક્યારેય મળ્યા નથી અને વાત પણ નથી કરી.”

ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસે વિરાટના વખાણ કર્યા હતા. તમન્નાએ કહ્યુ કે, ”મેં જેટલા પણ એક્ટર્સની સાથે કામ કર્યુ છે તેમના કરતા વિરાટ વધારે સારો છે.” હવે તમન્નાની વાતમાં કેટલી સચ્ચાઇ છે તે  પોતે જ જાણે. પરંતુ આજે બંને પોતાની જિંદગીમાં ખૂબ જ આગળ વધી ગયા છે.

ડિસેમ્બર 2017માં વિરાટે એક્ટ્રેસ અનુષ્કા શર્માની સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા અને પછી બંને ઘણીવખત એકબીજાને પ્રેમનો એકરાર કરે છે. બંનેની જોડી એકદમ પરફેક્ટ લાગે છે. બીજી તરફ તમન્ના પોતાના ફિલ્મી કરિયરમાં બિઝી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here