Tuesday, October 26, 2021
Homeકૌભાંડના આરોપી ભારતીય ડોક્ટરને 50 કરોડના બોન્ડ પર જામીન, ભારતમાં પદ્મશ્રી મળ્યો...
Array

કૌભાંડના આરોપી ભારતીય ડોક્ટરને 50 કરોડના બોન્ડ પર જામીન, ભારતમાં પદ્મશ્રી મળ્યો હતો

હ્યૂસટન (યુએસ): અમેરિકામાં 3294.4 કરોડ રૂપિયા (46.4 કરોડ ડોલર)ના હેલ્થકેર કૌભાંડમાં આરોપી ભારતીય મૂળના ડોક્ટરને 49.7 કરોડ રૂપિયા (70 લાખ ડોલર)ના બોન્ડ પર મંગળવારે જામીન મળ્યા. ડો. રાજેન્દ્ર બોથરા (77) હેલ્થકેર કૌભાંડમાં મુખ્ય આરોપી છે. અમેરિકાની એજન્સીઓને આશંકા છે કે, બોથરા કૌભાંડની રકમનો ઉપયોગ કરીને ભારત ભાગી શકે છે. તેથી કોર્ટે તેઓને ઘરમાં જ નજરકેદ રાખવાના આદેશ આપ્યા છે. તેઓના ઉપર જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે. બોથરાને 1999માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

આરોપોની સુનવણી જુલાઇમાં થશે

બોથરા ઉપરાંત 5 અન્ય ડોક્ટરો પણ આરોપી

બોથરા એક મહિનાથી જેલમાં હતા, તેમના સિવાય અન્ય 5 ડોક્ટરો પણ આરોપી છે. આ તમામ સામે ડ્રગ્સને પ્રમોટ કરવા, છેતરપિંડી અને દર્દીઓને બિન-જરૂરી ઇન્જેક્શન આપવાનો આરોપ છે. બોથરા વિરૂદ્દ આરોપોની સુનવણી જુલાઇમાં થશે. તેઓની પત્ની અને દીકરીએ પણ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવા પડશે.

દંડ તરીકે બોથરાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. સરકારી વકીલ બોથરાની પ્રોપર્ટીનો યોગ્ય મૂલ્યાંકન નથી કરી શક્યા. પરંતુ તેની વેલ્યૂ 248.5 કરોડ રૂપિયા (3.5 કરોડ ડોલર) હોવાનો અંદાજ છે. બોથરાની એક રિયલ એસ્ટેટ કંપની હોવા અંગે પણ જાણકારી મળી છે. તેઓની કંપનીની પાસે 22 પ્રોપર્ટી છે.

HIV જાગૃતિ અભિયાન ચલાવે છે

બોથરા ભારતમાં ગરીબો અને બીમારો માટે કામ કરતા રહ્યા છે. તેઓ દર વર્ષે 8 અઠવાડિયા માટે સ્વખર્ચે ભારત આવે છે. આ દરમિયાન તેઓ એચઆઇવી અને ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ અભિયાન ચલાવે છે. તમાકુ અને શરાબની લતના શિકાર લોકોને પણ માહિતી આપે છે. ભારતમાં બોથરાના ભાઇ-બહેન રહે છે. અહીં પણ તેઓએ રોકાણ કરીને રાખ્યું છે.

બોથરા અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના કાર્યકર્તા પણ છે. વર્ષ 1980 અને 1990માં બોથરાએ તત્કાલિન અમેરિકન પ્રેસિડન્ટ જ્યોર્જ એચ ડબલ્યુ બુશ માટે ફંડ એકઠું કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments