Saturday, September 18, 2021
Homeક્રિએટિવિટી : બ્રિટિશ ડિઝાઈનરે 1500 માસ્કમાંથી સુંદર વેડિંગ ડ્રેસ બનાવ્યો
Array

ક્રિએટિવિટી : બ્રિટિશ ડિઝાઈનરે 1500 માસ્કમાંથી સુંદર વેડિંગ ડ્રેસ બનાવ્યો

બ્રિટનમાં કોવિડ-19 લોકડાઉનનો અંત આવ્યા બાદ ફ્રીડમ ડેનું આયોજન કરવામાં આવ્યું. તેની સાથે ત્યાં વેડિંગ સિઝનની પણ શરૂઆત થઈ ગઈ. આવી સ્થિતિમાં એક વેડિંગ પ્લાનિંગ એજન્સીએ ફેસ માસ્કમાંથી ગાઉન બનાવીને પોતાની ક્રિએટિવિટીનું શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સુંદર ડ્રેસનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ફ્લોઈંગ વ્હાઈટ ડ્રેસને વેડિંગ પ્લાનર વેબસાઈટ અને સપ્લાયર માર્કેટ પ્લેસ હિચ્ડે 1500 ફેસ માસ્કમાંથી બનાવ્યો છે.

આ ગાઉનને પ્રખ્યાત ટીવી અને ફિલ્મ કોસ્ટ્યુમ ડિઝાઈનર ટોમ સિલ્વરવૂડે ડિઝાઈન કર્યો છે. હિચ્ડનો દાવો છે કે બ્રિટનમાં દર સપ્તાહે 100 મિલિયન (લગભગ 10 કરોડ) ડિસ્પોઝેબલ માસ્ક ફેંકી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ડ્રેસને ડિઝાઈન કરવાનો હેતુ એ છે કે લોકોનું ધ્યાન PPE કિટના વેસ્ટની તરફ જાય.

આ ડ્રેસને મોડલજેમીમા હેમ્બ્રોએ પહેરીને મોડલિંગ કર્યું. આ એસિમેટ્રિકલ રફલ્ડ ગાઉનની પફ્ડ સ્લીવ્ઝ પણ આકર્ષક છે. બ્રાઈડલ ગાઉન માટે લંડનની આઈકોનિક લેન્ડમાર્ક સેન્ટ પોલ્સ કેથેડ્રલમાં ફોટોશૂટ કરવામાં આવ્યું. જેમિમાએ આ ડ્રેસ સાથે સ્ટ્રેપી હીલ્સ અને ફોલ્ડેડ માસ્ક પહેર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments