Wednesday, September 22, 2021
Homeક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા કાપશે પૂનમ માડમનું પત્તું! જામનગરથી બનશે ભાજપના...
Array

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા કાપશે પૂનમ માડમનું પત્તું! જામનગરથી બનશે ભાજપના ઉમેદવાર

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા કેટલાંક દિવસો પહેલાં ભાજપમાં જોડાયા છે. તેવામાં હવે તે જામનગરની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે અહીંથી જ કોંગ્રેસ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને ઉતારી શકે છે.

તાજેતરમાં જ કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા. હવે ક્ષત્રિય સમુદાયના સમર્થનથી તે ભાજપમાં સામેલ થઇ ગયા છે અને પોતાના રાજકીય ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. વર્તમાનમાં જામનગરથી ભાજપ સાંસદ પૂનમ માડમ સાંસદ છે.

માડમે 2014માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિક્રમ માડમને હરાવ્યા હતાં જે તેમના કાકા પણ છે. જણાવી દઇએ કે રિવાબા ચાર માર્ચના રોજ ભાજપ સાથે જોડાયા હતા. ગુજરાતના કૃષિ મંત્રી આરસી ફળદૂ અને સાસંદ પૂનમ માડમની હાજરીમાં તે ભાજપમાં જોડાયા હતા. રિવાબા રાજકોટના કોન્ટ્રાક્ટર અને કરોડપતિ બિઝનેસમેન હરદેવ સિંહ સોલંકીની દિકરી છે.

રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જ્યારે દાદી હયાત છે. રિવાબા પર પોલીસ કર્મી દ્વારા હુમલાના સમયે કરણી સેનાઅે રીવાબાનું સમર્થન કર્યું હતું. હવે રિવાબાની અધ્યક્ષતામાં મહિલા વિંગને પણ મજબૂત કરવામાં અાવશે. કરણી સેના ધીમેધીમે ગુજરાતમાં પોતાની પક્કડ મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. કરણી સેનાનું સૌથી વર્ચસ્વ રાજસ્થાનમાં છે. પદ્માવત ફિલ્મના વિરોધ બાદ રાજપૂત કરણી સેનાનો દેશમાં દબદબો વધ્યો છે. જેમાં મોટી સંખ્યામાં રાજપૂતો જોડાયેલા છે.

રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી. રીવાબાઅને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ 7 જુનની રાત્રે 1.16 વાગે નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. રીવાબાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. રિવાબાએ આગામી સમયમાં સમાજની મહિલાઓને સશક્ત બનાવી દરેક ક્ષેત્રમાં આગળ લાવવાના તમામ પ્રયાસો કરી છૂટવા માટે ખાતરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments