ક્રિકેટ : જો ધોની રમતો હશે તો 2023ના વર્લ્ડકપમાં વાપસી કરીશ: એબી ડિવિલિયર્સ

0
35

સ્પોર્ટ્સ ડેસ્ક: ‘મિસ્ટર 360’ના નામે જાણીતો દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સ થોડા દિવસમાં શરૂ થનારા વર્લ્ડકપમાં નહીં રમે તે નક્કી છે. પરંતુ જો ભારતમાં રમાનાર 2023ના વર્લ્ડકપમાં એમએસ ધોની રમે તો તે વાપસી કરી શકે છે.

ડિવિલિયર્સે ગયા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ડિવિલિયર્સને ગૌરવ કપૂરે પોતાના ચેટ શોમાં તેની 2023ના વર્લ્ડકપમાં રમવાની સંભાવના અંગે પૂછ્યું હતું. તેનો જવાબ આપતાં એબીએ કહ્યું હતું કે, ‘હું ત્યારે કેટલા વર્ષનો હોઈશ? 39 વર્ષનો! જો ધોની ત્યારે રમતો હશે, તો હું ચોક્કસ વાપસી કરવાનું વિચારીશ, તે માટે હું સારું રમતો હોવ તે પણ જરૂરી છે.’

ડિવિલિયર્સની ફિટનેસ પર કોઈને શંકા નથી. પરંતુ તેવું વિચારવું કે તે 2023નો વર્લ્ડકપ રમશે તે થોડું વધારે પડતું થઇ જશે. કદાચ એટલે જ તેણે ધોની રમતો હોઈ તો જ હું આ અંગે વિચારીશ તેવી કન્ડિશન મૂકી છે. ધોની અત્યારે 37 વર્ષનો છે અને આ તેનો છેલ્લો વર્લ્ડકપ સાબિત થશે તેવી સંભાવના વધારે છે.

ડિવિલિયર્સ અત્યારે વિવિધ દેશની ટી-20 લીગમાં ભાગ લે છે. તે તાજેતરમાં આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here