Thursday, May 19, 2022
Homeક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા માટે વિશ્વના નેતા 1500 પ્રાઇવેટ જેટ લઇને પહોંચ્યા,...
Array

ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા માટે વિશ્વના નેતા 1500 પ્રાઇવેટ જેટ લઇને પહોંચ્યા, રેકોર્ડ તૂટ્યો

- Advertisement -

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં વિશ્વમાંથી રાજનેતા અને બિઝનેસ લીડર્સ પહોંચી રહ્યા છે. એક તરફ બ્રિટિશ બ્રોડકાસ્ટર અને પર્યાવરણ નિષ્ણાત એટનબરોએ તમામ નેતાઓ સાથે ક્લાઇમેટ ચેન્જ પર તાત્કાલિક એક્શન પ્લાન બનાવવાની વાત કહી છે. આ વર્ષે દાવોસ સમારંભમાં ભાગ લેવા વિશ્વના નેતા 1500 રેકોર્ડ વિમાનો દ્વારા પહોંચી રહ્યા છે.

વિમાન પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડી શકે છે

પ્રાઇવેટ જેટની સંખ્યામાં 11% વધારો

એર ચાર્ટર સર્વિસ (ACS) અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દાવોસ સમિટમાં પ્રાઇવેટ જેટની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે. સ્વીડનની 16 વર્ષીય એક્ટિવિસ્ટ ગ્રેટા થોનબર્ગ પણ દાવોસ પહોંચી છે. તેણે કહ્યું કે, ધનવાન દેશોના નેતા ભવિષ્યની પેઢીઓ અને ગરીબ દેશો પાસેથી તેનું ઇંધણ છીનવી રહ્યા છે.

એસીએસમાં પ્રાઇવેટ જેટ ડાયરેક્ટર એન્ડી ક્રિસ્ટીનું કહેવું છે કે, નેતાઓ અને બિઝનેસમેન મોટાંપાયે એરક્રાફ્ટ લાવવાનો ટ્રેન્ડ વધારી રહ્યા છે. તેનું એક કારણ લાંબા અંતરની યાત્રા હોઇ શકે છે. પરંતુ એ સંભવ છે કે, કોઇ બિઝનેસમેન અને પ્રતિદ્વંદ્વિથી ઓછા દેખાવાનું પણ પસંદ ના કરતા હોય. ગત વર્ષે સમિટમાં 1300 એરક્રાફ્ટ પહોંચ્યા હતા. 2013 બાદ આ સંખ્યા સૌથી વધુ છે.

5 વર્ષોમાં 5 દેશોના એરક્રાફ્ટ વધુ

એસીએસ અનુસાર, છેલ્લાં 5 વર્ષોમાં જે પાંચ દેશોના સૌથી વધુ વિમાનો આવ્યા તેમાં જર્મની, ફ્રાન્સ, યુકે, અમેરિકા, રશિયા અને સંયુક્ત આરબ અમિરાત મુખ્ય છે. વળી, ફોરમે એસીએસના વિશ્લેષણને વિવાદિત ગણાવ્યો છે.

ડબલ્યુઇએફના ઓલિવર કાનનું કહેવું છે કે, અમે અહીં આવતા સહભાગીઓને સાર્વજનિક પરિવહન ઉપયોગ કરવા માટે ચૂકવણી કરીએ છીએ. અમે અહીં આવતા લોકોને એમ પણ કહેવા ઇચ્છીએ છીએ કે, તેઓ ઇચ્છે તો વિમાનમાં શૅરિંગ પણ કરી શકે છે. પરંતુ થોડાં વર્ષોથી અમુક લોકપ્રિયતા મેળવવા માટે પણ કરવામાં આવે છે.
WEFની બેઠક પહેલા ગત અઠવાડિયે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જથી નિકળવા માટે કોઇ ખાસ પ્રયાસ કરવામાં નથી આવતા.

આજની અસર હજારો વર્ષ બાદ

એટનબરોને પર્યાવરણ પર તેના કામ માટે ક્રિસ્ટલ એવોર્ડ જાહેર કરી દીધો છે. તેઓએ કહ્યું કે, અમે ધરતી અને પર્યાવરણ સુધારવા માટે અમે આજથી પ્રયાસો કરવા પડશે. ત્યારે જઇને તેની અસર હજારો વર્ષો બાદ જોવા મળશે.

ટ્રેનથી પહોંચી સ્વીડિશ એક્ટિવિસ્ટ

સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થોનબર્ગ બુધવારે ટ્રેનથી દાવોસ પહોંચ્યા. તેઓના જણાવ્યા અનુસાર, વિમાન પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ પહેલાં ગ્રેટ યુરોપ, જાપાન અને અમેરિકામાં પ્રદર્શન કરી સરકારોથી ક્લાઇમેટ ચેન્જ પર કડક નિર્ણય લેવાની અપીલ કરી ચૂકી છે.

થોનબર્ગ ગત મહિને પોલેન્ડમાં પણ કોપ24 સમારંભમાં ક્લાઇમેટ ચેન્જને લઇને આપવામાં આવેલી સ્પીચના કારણે સમાચારોમાં રહી હતી. હાલમાં જ તેઓએ ટ્વીટર પર વીડિયો મેસેજમાં કહ્યું કે, કંપનીઓ અને કાયદા-નિર્માતાઓને કડક નિર્ણય લેવાના રહેશે. પૂંજીવાદ અનૈતિક નથી કે તેના દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવા અનૈતિક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular