ખંભીસર : દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો કરનાર 45 લોકો વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો નોંધાયો

0
54

મોડાસાઃ મોડાસા તાલુકાના ખંભીસરમાં નીકળેલા દલિત યુવાનના વરઘોડા દરમિયાન થયેલા પથ્થરમારામાં પાંચ મહિલા સહિત પોલીસકર્મીઓને પણ ઇજાઓ થઇ હતી. ખંભીસરમાં સવર્ણો પરિવાર દ્વારા દલિત યુવાનનો વરઘોડો રોકવાનો પ્રયાસ કરી ગામની બે થી ત્રણ જગ્યાએ મહિલાઓ દ્વારા રસ્તા ઉપર ભજનકિર્તન શરૂ કરી દલિત યુવાનના વરઘોડો દરમિયાન પથ્થરમારો કરી દલિતોને જાતિ વિષયક અપશબ્દો બોલવમાં આવતા ડાહ્યાભાઇ પૂંજાભાઇ રાઠોડે મોડાસા રૂરલ પોલીસમાં 16 મહિલાઓ સહિત 45 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે અન્ય 150ના ટોળાં સામે પણ ફરિયાદ નોંધાવી છે.

ડાહ્યાભાઇ પૂંજાભાઇ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ રવિવારે તેમના દીકરા જયેશનો ગામમાં વરઘોડો કાઢવાનો હોવાથી અગાઉથી જ તેમણે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. પોલીસની હાજરીમાં ગામમાં વરઘોડો કાઢવામાં આવતા દરમિયાન ઉપરોક્ત લોકોએ પોતાનો સામાન્ય ઇરાદ પાર પાડવા માટે અને ગામાં વરઘોડો ન નીકળે તે માટે તમામ પટેલ ફળિયાના નાકે હવનકુંડ બનાવી ભજનકિર્તન શરૂ કરી રસ્તાઓ રોકી તેમજ પ્રેમનગર પટેલ ફળિયામાં જતા ઉપરોક્ત માણસોએ ત્યાં આવી જઇ વેલણવગાડી રસ્તા વચ્ચે બેસી જતાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓએ હટી જવા માટે વિનંતી કરી હતી. અચાનક લાઇટ ચાલી જતાં પથ્થરમારો શરૂ થયો હતો અને બેન્ડબાજામાં તોડફોડ કરી દલિતોને જાતિ વિષયક અપશબ્દો બોલી પથ્થરોથી નિશાન બનાવી વરઘોડામાં પાંચ મહિલાઓને ઇજા પહોંચી હતી. તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસટી એસસીના અધિકારીને સોંપાઇ છે.

પથ્થરમારામાં ઇજાગ્રસ્તો
– ચંદુભાઇ રાઠોડ
– પીનલબેન ડાહ્યાભાઇ રાઠોડ
– ભાવનાબેન મહેશભાઇ રાઠોડ
– સરોજબેન હર્ષદભાઇ રાઠોડ
– મનીષા સંજયભાઇ રાઠોડ

ખંભીસરમાં કોની સામે ફરિયાદ
ચંદનબેન અશ્વિનભાઇ પટેલ, રિટાબેન રાહુલભાઇ પટેલ, કામીનીબેન શૈલેષભાઇ પટેલ, રેણુકાબેન કમલેશભાઇ પટેલ, ગોપીબેન ચીરાગભાઇ પટેલ, ભુમીબેન ચીરાગભાઇ પટેલ, સાધનાબેન મુકેશભાઇ પટેલ, યાત્રિબેન સંજયભાઇ પટેલ, બબીતાબેન સુરેશભાઇ પટેલ, સીમાબેન પંકજભાઇ પટેલ, કાજલબેન ગુણવંતભાઇ પટેલ, હીરાબેન લવજીભાઇ પટેલ, રીયાબેન રાકેશભાઇ પટેલ, પોક્ષિણીબેન બળદેવભાઇ પટેલ, કલ્પનાબેન પ્રવિણભાઇ પટેલ, ભૂમિબેન કિરીટભાઇ પટેલ, જીતુભાઇ રામાભાઇ પટેલ, બળદેવભાઇ ધુળાભાઇ પટેલ, દિપકભાઇ જેસીંગભાઇ પટેલ, યોગેશકુમાર મગનભાઇ પટેલ, સંજયભાઇ લાલાભાઇ પટેલ, રોનકકુમાર અરવિંદભાઇ પટેલ, મૌલિકકુમાર વિષ્ણુભાઇ પટેલ, શૈલેષભાઇજગદીશભાઇ પટેલ, કનુભાઇ પુંજાભાઇ પટેલ, શૈલેષભાઇ કનુભાઇ પટેલ, ગોપાલભાઇ કેશાભાઇ પટેલ, હિતેષભાઇ અમૃતભાઇ પટેલ, પંકજભાઇ અમૃતભાઇ પટેલ, પરાગકુમાર મોહનભાઇ પટેલ, કિશનકુમાર દેવજીભાઇ પટેલ, પ્રણયકુમાર અશ્વિનભાઇ પટેલ, જયમીનભાઇ સુરેશભાઇ પટેલ, ગુણવંતભાઇ વેણાભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ, ગલ્લાવાળા, કૌશિકકુમાર અશોકભાઇ પટેલ, ચિરાગકુમાર બળદેવભાઇ પટેલ, બોબીકુમાર હસમુખભાઇ પટેલ, જિજ્ઞેશકુમારભરતભાઇ પટેલ, પાર્થ ઉર્ફે ગણપતભાઇ ભવાનભાઇ પટેલ, નવનીતભાઇ જેસીંગભાઇ પટેલ, અલ્પેશભાઇ ભીખાભાઇ પટેલ, જગદીશભાઇ લવજીભાઇ પટેલ, પંકજભાઇ રસીકભાઇ પટેલ, ભાવેશભાઇ ગીરીશભાઇ પટેલ, તમામ રહે. ખંભીસર, તા.મોડાસા, જી. અરવલ્લીનાઓ તથા સો દોઢસો માણસોનું ટોળું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here