ખડગેના દીકરાએ શાહ પર કટાક્ષ કર્યો, કહ્યું- હવે ગૃહ મંત્રાલયનું નામ ક્લીન ચીટ મંત્રાલય કરી દેવું જોઈએ

0
15

નવી દિલ્હીઃ મોદી સરકાર-2માં અમિત શાહને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા છે તે અંગે કર્ણાટકના સમાજ કલ્યાણ મંત્રી પ્રિયંક ખડગેએ કટાક્ષ કર્યો છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે. શનિવારે તેમને ટ્વીટ કર્યુ કે, “આજે આપણને નવા ગૃહ મંત્રી મળી ગયા. મને લાગે છે કે મંત્રાલયનું નામ બદલીને ક્લીન ચીટ આપનારું મંત્રાલય કરી દેવું જોઈએ.” આ પહેલાં શાહે શનિવારે રાજનાથ સિંહ પાસેથી મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. રાજનાથ હવે રક્ષા મંત્રી છે.

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અમિત શાહે ગુજરાતમાં આઠ વર્ષ સુધી ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. પરંતુ 2010માં તેમની મુશ્કેલી તે સમયે વધી ગઈ હતી જ્યારે તેઓએ સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઉન્ટર કેસમાં આરોપી બનાવવામાં આવ્યાં. જો કે બાદમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ તરફથી તેમને રાહત મળી ગઈ છે.

ગૃહ મંત્રી તરીકે શાહનું પહેલું ટ્વીટઃ મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ શાહે પહેલું ટ્વીટ કર્યું કે “મારા પર વિશ્વાસ પ્રગટ કરવા માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરું છું. દેશની સુરક્ષા અને દેશવાસીઓનું કલ્યાણ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, મોદીજીના નેતૃત્વમાં આ પ્રણને પૂર્ણ કરવાનો શક્ય તેટલો પ્રયાસ કરીશ.”

શાહની સામે અનેક પડકારઃ અમિત શાહની સામે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી, નાગરિક સંશોધન ખરડો, નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) અને આતંકી સંગઠન આઈએસઆઈએસનો મુકાબલો કરવાની તૈયારી જેવાં અનેક પડકારો છે. આતંકવાદ પ્રભાવિત રાજ્ય જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી જલદી થાય તે જરૂરી છે. આ ઉપરાંત અહીં આર્ટિકલ 370 અને 35એ હટાવવા જેવાં મુદ્દાઓ પણ છે. છત્તીસગઢના દંતેવાડામાં ભાજપ ધારાસભ્યની હત્યા પછીથી મધ્ય ભારતમાં માઓવાદી વધુ ચિંતાનો વિષય બન્યાં છે. આ ઉપરાંત વર્ષોથી રામ મંદિરનો મુદ્દો પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here